Worldcup/ શાહીન આફ્રિદીનો મેચ પહેલા અહંકાર,ભારત સામે પાંચ વિકેટ લેવાની મારી ડંફાસ

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે

Top Stories Sports
9 10 શાહીન આફ્રિદીનો મેચ પહેલા અહંકાર,ભારત સામે પાંચ વિકેટ લેવાની મારી ડંફાસ

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. ODI વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહીનના આ નિવેદનથી ફેન્સની ઉત્સુકતા વધુ વધી હશે.પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં 46 ODI મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત 5 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં, શાહીનને ભારત સામે નવા બોલ સાથે જોવાનું રસપ્રદ રહેશે કારણ કે તે ઘણીવાર ભારતીય ટીમના ટોપ ઓર્ડરના ડાબા હાથના ફાસ્ટ બોલરોની સામે ફસાયેલો જોવા મળ્યો છે.ડંફાસ મારીને ભારતના બેટસમેનોને ખુલ્લી ચેલેન્જ આપી છે

જો કે, શાહીન અત્યાર સુધીની બંને વિશ્વ મેચોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી છે. બંને મેચમાં (નેધરલેન્ડ અને શ્રીલંકા સામે) તેમને માત્ર 1-1થી જ સફળતા મળી છે.