અત્યાચાર/ ગુડગાંવમાં બની શરમજનક ઘટના, નોકરાણીના ગળામાંથી લોહી કાઢી તેને જ પીવડાવ્યું

ગુડગાંવમાં બનેલી એક શરમજનક ઘટનામાં માલિકણ દ્વારા તેની સગીર નોકરાણી પર અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો

India
2 2 ગુડગાંવમાં બની શરમજનક ઘટના, નોકરાણીના ગળામાંથી લોહી કાઢી તેને જ પીવડાવ્યું

ગુડગાંવમાં બનેલી એક શરમજનક ઘટનામાં માલિકણ દ્વારા તેની સગીર નોકરાણી પર અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. માલિકણ નોકરાણીના ગળામાંથી લોહી કાઢીને તેને જ પીવડાવતી હતી. એટલું જ નહી સગીર નોકરાણીના કપડા કાઢીને તેનો વિડીયો પણ ઉતારતી હતી.13 વર્ષની આ સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે કહ્યું હતું કે જો માલિકણ તેને કામ વિના બેઠેલી જોતી ત્યારે તે તેને દંડાથી મારતી હતી. સવારે જમવામાં બે અને રાત્રે 2 રોટલી આપતી હતી. એટલું જ નહી તેના હાથ પગ રસ્સીથી બાંધીને રાખતી હતી. જ્યારે ઘરનું કામ કરવાનું હોય ત્યારે માલિકણ રસ્સી ખોલતી હતી. ઉપરાંત ગળા પર ચાકુથી વાર કરીને લોહી કાઢતી હતી. કોઈ બહારતી ઘરમાં આવે તો મોઢા પર ટેપ લગાવીને છત પર સંતાડી દેતી હતી. તે સિવાય કપડા કાઢીને વિડીયો પણ ઉતારતી હોવાનું સગીરાએ કહ્યું હતું. જો તેના માતાપિતા બચાવવા ન આવત તો તે જીવતી ન બચી હોત.

13 વર્ષની આ સગીરાના ચહેરા પર અને પગમાં થયેલી ઈજાને કારણે તેની સાથે થયેલી ક્રુરતાનો અંદાજ આવતો હતો. સગીરા છ મહિનાથી ગુડગાંવના સેક્ટર 57માં એક બિલ્ડરના ઘરમાં કામ કરતી હતી. તેની માલિકણ શસી શર્માએ તેને ખરાબ રીતે ટોર્ચર કરી હોવાનો તેની પર આરોપ છે. 9 ડિસેમ્બરના રોડ આ સગીરાનો છુટકારો કરાવવામાં આવ્યો હતો. તેના શરીર પર ચાકૂ, દંડા, તેજાબ અને કુતરાના કરડવાના નિશાન હતા.એવો પણ આરોપ મુકવામાં આવ્યો છે કે માલિકણના બે દિકરા સગીરાના ગુપત ભાગને સ્પર્શ કરતા હતા. આ ત્રણેય વિરૃધ્ધ પોક્સો અને જ્યુવેનાઈલ એક્ટ હેઠલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરા 13 ડિસેમ્બર સુધી હોસ્પિટલમાં સારવાર માટે રહી હતી. હાલમાં સગીરા તેની માતા પાસે છે.

સગીરાનો પરિવાર બિહારનો રહેવાસી છે. તેના પિતાને ગામમાં એક લાખ રૂપિયાનું દેવુ થઈ ગયું હતું. આથી 2022માં સગીરા ને લઈને તેના માતાપિતા ગુડગાંવ રહેવા આવ્યા હતા. તેની માતાને સેક્ટર 57માં ઘરકામ મળી ગયું. તે સિવાય તે અન્ય ત્રણ ઘરમાં પણ કામ કરતી હતી. જ્યારે સગીરાના પિતાએ માળી કામ શરૃ કર્યું હતું. તેમછતા પૈસાની તંગીને કારણે સગીરાને હાલ જ્યાં બનાવ બન્યો હતો ત્યાં કામ પર રાખવામાં આવી હતી.બાદમાં સગીરા આ જ ઘરમાં રહેવા લાગી હતી.

શરૃઆતમાં માલિકણ સગીરા સાથે સારો વ્યવહાર કરતી હતી. જોકે બીજુ કોઈ કામ કરવાવાળુ ન હોવાથી તમામ કામ સગીરા પાસે કરાવવામાં આવતું હતું. બાદમાં માલિકણનો સ્વભાવ બદલાઈ ગયો અને મારઝુડ પણ કરતી હતી. તે સિવાય માલિકણના બે દિકરા પણ અશિલલ ગરકત કરતા હતા.સગીરા તેમને રોકે તો બન્ને તેને રસ્સીથી બાંધી દેતા હતા. ઉપકરાંત તારા માતાપિતા પાછળ ત્રણ ગુંડા મોકલ્યા છે કોઈને જાણ કરીશ તો તેમને મારી નાંખીશ, એવી ધમકી આપતા હતા.સગીરાનો આરોપ છે કે માલિકણ ચાકૂથી અલગ અલગ જગ્યાએ વાર કરીને તેનું લોહી બોટલમાં ભરી લેતી હતી. પહેલા તેમણે મારા હાત પર વાર કર્યો પણ ત્યાંથી વધુ લોહી ન નીકળતા તેમણે મારા ગલા અને છાતીમાંથી લોહી કાઢવાની કોશિષ કરી હતી. એક દિવસ તો માલિકણ મને લોહી પીવડાવી રહી હતી. મારા શરીર પરથી લોહી નીકલી રહ્યું હતું અને મને રૂમમાં બંધ કરી દીધી હતી.

એક દિવસ પોતે પોતુ મારી રહી હતી ત્યારે માલિકણે પાછળથી આવીને ડોલમાં તેજાબ નાંખી દીધો હતો. સગીરાએ ડોલમાં હાથ નાંખ્યો તો તે દાઝી ગઈ હતી અને હાથ પર ફોલ્લા પડી ગયા હતા.તેમછતા તેને ડોક્ટર પાસે લઈ ગયા ન હતા.રસોડામાંથી તે જાતે જ તેલ અને હળદર લઈને લગાવતી હતી.
તે સિવાય માલિકણ પાસે એક કૂતરો હતો તેનાથી માલિકમે સગીરાને ચાર વખત બચકા ભરાવડાવ્યા હતા.સગીરાને કામ પર રાખવામાં આવી ત્યારે તેના માતાપિતાએતેમની દિકરીને પોતાની દિકરીની જેમ રાખવા કહ્યું હતું, માલિકણે તે વખતે તેમની દિકરીને મળવા દેશે એમ પણ કહ્યું હતું.શરૂઆતમાં સગીરાને તેના પિતા મળવા જતા હતા બાદમાં માલિકણે તેમને દિકરીને એક પણ વાર મળવા દીધી ન હતી.

દરમિયાન ઓક્ટોબરમાં સગીરાના પિતાને ગામમાં જમીન બાબતે ઝઘડો થતા તે ગામ જતા રહ્યા હતા. ત્યારબાદ છઠ ખતે તેઓ તેમની દિકરીને લેવા ગયા હતા. પણ માલિકણે ઘરમાં કામ બહુ રહે છે કહીને સગીરાને મળવા પણ દીધી ન હતી.ત્યારબાદ સગીરાને લેવા તેના માતાપિતા ગયા હતા.જોકે માલિકણે જોરથી દરવાજો બંધ કરી દીધો હતો.જોકે માતાપિતા જબરજસ્તી ઘરમાં ઘુસી ગયા હતા. માતાપિતાને જોઈને દિકરી રડવા લાગી હતી.બાદમાં સગીરાને લઈને ગુડગાંવ સેક્ટર-51માં મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ફરિયાદ નોંદાવી હતી. જોકે ફરિયાદ નોંદાયા છતા પોલીસે કોઈ તપાસ કરી ન હતી.