અવસાન/ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું 79 વર્ષની વયે નિધન

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીનું નિધન થયું છે. મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેની જાણીતા તેલુગુ અભિનેતા હતા

Entertainment
16 6 સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું 79 વર્ષની વયે નિધન

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીનું નિધન થયું છે. મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેની જાણીતા તેલુગુ અભિનેતા હતા. તેઓ સુપરસ્ટાર કૃષ્ણા તરીકે જાણીતા હતા. 79 વર્ષની વયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ વ્યક્તિ ગુમાવી છે. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કૃષ્ણા ખટ્ટામનેનીને સોમવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કૃષ્ણા ઘટ્ટમાનેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ક્રિષ્ના ઘટ્ટમાનેની ફિલ્મ ઉદ્યોગમાં 5 વર્ષના યોગદાનને યાદ કર્યું. મહેશ બાબુના પિતાના નિધનના સમાચાર સાંભળીને ચાહકો ભાવુક થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ ટોલીવુડના દિગ્ગજ સ્ટારને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કૃષ્ણા ઘટ્ટમાનેનીના નિધનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ પીઢ અભિનેતા કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.