મેસેજિંગ એપ વોટ્સએપના યુઝર્સ પર નવા માલવેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. સ્કાયગોફ્રી નામનો માલવેર વાયરસ યુઝરના વોટ્સએપ પર કરવામાં આવેલી ચેટ અને ઘણો બધો ડેટા ચોરી શકે છે.
મહત્વનું છે કે વોટ્સએપ દુનિયાનું સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ છે. જેના ૧.૩ બિલીયન યુઝર્સ છે. નવા વર્ષની સાંજે આ એપના દ્વારા ૭૫ બિલીયન મેસેજ કરવામાં આવ્યા હતા જે એક મોટો રેકોર્ડ છે.

ફેસબુક અને વોટ્સએપે આ નવા માલવેરને લઈને લોકો ચેતવવા જાણ કરી છે.
સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ કેસપરસ્કાઈ લેબે સ્કાયગોફ્રી નામનો માલવેર જોયો છે.તેમનું કહેવું છે કે અત્યાર સુધીનો સૌથી ભયાનક વાયરસ છે. આવી રીતનો સ્પાઈવેર અત્યાર સુધી જોવા મળ્યો નથી.
આ સ્પાઈવેર એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. આ વોટ્સએપ મેસેજ પણ યુઝરના એક્સેસ વગર પણ ચુરાવી શકે છે. એટલું જ નહિ આ સ્પાઈવેર કોઈ લોકેશનથી પોતે સ્માર્ટફોનના માઈક્રોફોનની મદદથી ઓડિયો સુધી રેકોર્ડ કરી શકે છે.

કેસપરસ્કાઈ લેબે જણાવ્યું હતું કે સ્કાયગોફ્રીને આજથી ત્રણ વર્ષ પહેલા ક્રિએટ કરવામાં આવ્યો હતો. આ માલવેર હેકર્સે ઘણી હેકિંગ વેબસાઈટમાં છે. આ અત્યાર સુધીનો સૌથી પાવરફુલ સ્પાઈવેર છે.
ઇટલીમાં કેટલાક એન્ડ્રોઇડ ડિવાઇઝ સ્કાયગોફ્રી મારવેલ એટેકના શિકાર થઈ ચુક્યા છે.
