Bihar News ; NEETના પરિણામોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના પટનામાં પેપર લીક થયું હોવાની ફરિયાદ થઈ હતી. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે. પરીક્ષા યોજવાની જવાબદારી ગુજરાતની ખાનગી કંપનીની હતી. જેથી આ કંપની એજ્યુટેસ્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. તો કૌભાંડ બાદ કંપનીનો માલિક વિનીત આર્ય વિદેશ ફરાર થઈ ગયો છે. STFએ કંપનીના માલિકને અનેક સમન્સ મોકલ્યા છે.
ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપરલીક કેસના મહિનાઓ બાદ એસટીએફ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સામે આવ્યું છે કે, પરીક્ષા કરાવનારી ગુજરાતી કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો છે. તેથી પૂછપરછ ટીમ તેની તપાસ કરી શક્તી નથી. ભરતી કૌભાંડમા પરીક્ષા કરનારી અમદાવાદની કંપની એજ્યુટેસ્ટને બ્લેક લિસ્ટ કરી દેવાઈ છે. હવે એજ્યુટેસ્ટને પ્રદેશમાં કોઈ પણ વિભાગમાં ભરતી પરીક્ષા કરવાની કામગીરી નહિ સોંપાય. આ સાથે જ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીના સંચાલક વિનીત આર્યને એસટીએફ તરફથી ચાર-ચાર વાર નોટિસ મોકલવામાં આવી ચૂકી છે. પરંતુ તે ક્યાય હાજર થયો નથી. જલ્દી જ હવે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની રિ-પરીક્ષાની તારીખ જાહેર કરી શકે છે.
એજ્યુટેસ્ટની સ્થાપના 40 વર્ષ પહેલા વર્ષ 1982 માં થઈ હતી. આ કપની દરેક ઉમેદવારને પરીક્ષામાં અલગ અલગ ટેસ્ટ પેપર હોવાોન દાવો કરે છે. જો 10 લાખથી વધુ ઉમેદવાર છે, તો તેમને અલગ અલગ પ્રશ્નપત્ર આપવાની વિશેષજ્ઞતા હોવાનો દાવો કરે છે. કંપની પ્રશ્નપત્ર, આન્સર શીટ સહિત અનેક ચીજોમાં પોતાનુ જ પ્રિન્ટીંગ પ્રેસમાં અત્યંત ગુપ્તતાથી પ્રિન્ટ કરવાનો દાવો પણ કરે છે. કંપનીમા 350 થી વધુ કર્મચારીઓ છે. કંપનીનો દાવો છે કે, UPSSSC PET અને CAT જેવી તમામ એક્ઝામ તે સફળતાપૂર્વક કરાવી ચૂકી છે. આ કંપનીમાં વિનીત આર્ય ઉપરાંત જયા આર્યા અને સક્ષમ આર્ય ડાયરેક્ટર પદ પર કાર્યરત છે.
યુપીના મુખ્યમંત્રી યોગી દ્વારા કરવામાં આવેલી 6 મહિનાની જાહેરાતને 40 દિવસનો સમય બચ્યો છે. જેને જોતા ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી બોર્ડ આ પરીક્ષાઓના આયોજનને લઈને યુદ્ધ સ્તરે કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 20 થી 25 જુનની વચ્ચે યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.
કોન્સટેબલ ભરતી પરીક્ષાનું પેપર 17 અને 18 ફેબ્રુઆરીના રોજ લીક થયા બાદ 24 ફેબ્રુઆરીને રદ કરવામાં આવી હતી. યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, 6 મહિનાની અંદર ફરીથી પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાની ગુપ્તતા સાથે કોઈ બાંધછોડ નહિ કરવામાં આવે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી
આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે