Sports News : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે એટલે કે, 15જાન્યઆરી રોજકોટમાં આયરલેન્ડની ટીમ સામે ત્રીજી વન ડે ટીમ રમી હતી. જેમાં ભારતીય મહિલા ટીમે વન ડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. જે સ્કોર પુરૂષ અને મહિલા વન ડેનો સર્વોચ્ચ સ્કોર છે. રાજકોટમાં રમાયેલી આયરલેન્ડ સામે મેચમાં ત્રીજી વન ડેમાં ઈન્ડિયન ટીમે 50 ઓવરમાં 435/5નો સ્કોર બનાવ્યો હતો.
ટૂંકમાં કહીએ તો આ સ્કોર મહિલા અને પુરૂષ બંન્ને ટીમ માટે સર્વોચ્ચ છે.ભારતીય મહિલા ટીમે એક મહા રેકોર્ડ બનાવ્યો છે. જે પુરૂષ ટીમને પણ પાછળ છોડી દીધો છે. પુરૂષ અને મહિલા વનડે બંન્નેનો ગત રેકોર્ડ 2011માં નોંધાયો હતો. જે વેસ્ટઈડીઝ સામે ભારતીય પુરૂષ ટીમ નોંધાયો હતો. ત્યારે ભારતીય ટીમે 418/5 સ્કોર બનાવ્યો હતો. તો વન ડે મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ નામે છે. આ રેકોર્ડ તેમણે આયરલેન્ડ સામે રમીને વર્ષે 2018માં બનાવ્યો હતો.આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય મહિલા ટીમ આ મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટા સ્કોરનું બીડું ઝડપ્યું છે અને રનનો આંકડો 400 પારનો કરી દીધો હતો. જો કે, આપને જણાવી દઈએ કે, 12 જાન્યુઆરીએ ભારતીય મહિલા ટીમે 370 રનનો સ્કોર બનાવીને વન ડેમાં સર્વાધિક ટીમનો સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો:IPLની આ ટીમે ભુવનેશ્વર કુમાર પર ખર્ચ્યા આટલા પૈસા
આ પણ વાંચો:IPL Mega Auctionમાં પ્રથમ દિવસે 72 ખેલાડી વેચાયા
આ પણ વાંચો:IPL મેગા ઓકશનમાં સાત ખેલાડીઓ પર વરસ્યો રૂપિયાનો વરસાદ
