Not Set/ ગાંધીનગર: સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભમાં યોજાઇ બેઠક, ઉર્જા મંત્રી, મુખ્ય સચિવ પણ રહ્યા હાજર

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવાની છે. આ પોલિસીને આખરી કરતા પહેલા  મુખ્યમંત્રી એ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો  સાથે આ […]

Top Stories Gujarat
mantavya 183 ગાંધીનગર: સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભમાં યોજાઇ બેઠક, ઉર્જા મંત્રી, મુખ્ય સચિવ પણ રહ્યા હાજર

ગાંધીનગર,

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવાની છે.

આ પોલિસીને આખરી કરતા પહેલા  મુખ્યમંત્રી એ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો  સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા.

વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે, ગુજરાત ટેક્સટાઇલ ક્ષેત્રનુંહબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે.

નવી જાહેર થનારી ટેક્સટાઇલ પોલિસીમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.

ઉર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ તેમજ નાણાં ના એ.સી એસ અરવિંદ અગ્રવાલ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તથા ઉદ્યોગ અગ્ર સચીવ મનોજ કુમાર દાસ  ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગ ના અગ્રણીઓ આ બેઠક માં જોડાયા હતા.