Gst collection/ સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો

સરકારી ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું ગ્રોસ કલેક્શન વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને લગભગ રૂ. 1.73 લાખ કરોડ થયું છે.

Top Stories Breaking News Business
Purple white business profile presentation 60 સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો

GST Collection: સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને અંદાજે રૂ. 1.73 લાખ કરોડ થયું છે. જે ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં 6.5% વધુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. સરકારે મંગળવારે આ આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટ 2024માં GST કલેક્શન 1.75 લાખ કરોડ રૂપિયા હતું.

સરકારી ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું ગ્રોસ કલેક્શન વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને લગભગ રૂ. 1.73 લાખ કરોડ થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ગ્રોસ GST કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. જ્યારે ઓગસ્ટ 2024માં GST કલેક્શનનો આંકડો 1.75 લાખ કરોડ રૂપિયા હતો.

ક્યાંથી આવ્યા કેટલા રૂપિયા?

સત્તાવાર માહિતી અનુસાર, સપ્ટેમ્બરમાં સ્થાનિક ટેક્સની આવક 5.9 ટકા વધીને લગભગ રૂ. 1.27 લાખ કરોડ થઈ છે. તે જ સમયે, માલની આયાતથી આવક આઠ ટકા વધીને રૂ. 45,390 કરોડ થઈ છે.

કેટલા રિફંડ આપવામાં આવ્યા હતા?

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, GST વિભાગ દ્વારા રૂ. 20,458 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 31 ટકા વધુ છે.

રિફંડની રકમને સમાયોજિત કર્યા પછી, સપ્ટેમ્બરમાં નેટ GST આવક રૂ. 1.53 લાખ કરોડ રહી હતી. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 3.9 ટકા વધુ છે.

આ વર્ષે અત્યાર સુધીમાં કેટલું કલેક્શન?

ઓગસ્ટમાં સરકારને GSTમાંથી રૂ. 1,74,962 કરોડ મળ્યા હતા. જે ગયા વર્ષના ઓગસ્ટ કરતાં 10% વધુ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જીએસટીમાંથી રૂ. 1,59,069 કરોડ મળ્યા હતા. જુલાઈમાં રૂ. 182,075 કરોડનું GST કલેક્શન થયું હતું.

આ વર્ષે અત્યાર સુધીમાં GSTમાંથી 9.13 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. જે ગયા વર્ષ કરતાં 10.1% વધુ છે. GST 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. GSTને કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા જૂન 2022 સુધી કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જીવન અને આરોગ્ય વીમા પર GST ઘટાડવા અંગે વિચારણા કરવા માટે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહિનામાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયું

આ પણ વાંચો:જૂનમાં GST કલેક્શન 12% વધીને ₹1.61 લાખ કરોડથી વધુ

આ પણ વાંચો:GST કલેક્શન તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત રૂ. 1.87 લાખ કરોડને પાર