Rajkot News: રાજકોટમાં કાલાવડ રોડ પર ભીષણ આગ લગતા અફરાતફરી મચી જવા પામી છે. કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લગતા 24 લોકોના મોત થયા છે. આટલી જ નહીં બાળકો સહિત ઘણા ફસાયાની આશંકા સેવાઈ રહી છે. 3 કિમી દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે.
Live Update:
રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર કરી વાત…
સરકારે મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.
રાજકોટમાં લાગેલી આગને લઈ PM મોદીનું ટ્વીટ
રાજકોટ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે તમામ મૃતદેહના DNA ટેસ્ટ કરાશે અને તેના માટે SITને કામગીરી સોંપવામાં આવશે.
ગેમઝોન બનાવવામાં ફેબ્રિકેશન સહિત એવા મટેરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઝડપી આગ પકડી લે છે. આ ઉપરાંત ગેમઝોનમાં વપરાતા રમતગમતના સાધનો રબર અને પ્લાસ્ટિકના બનેલા હોય છે, જેમાં ઝડપથી આગ ફેલાય છે. ગેમઝોનમાં પર્યાપ્ત માત્રામાં ફાયર સેફ્ટીના સાધનો તથા ઈમરજન્સી ગેટ હોવા જોઈએ.
કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લગતા બે બાળકો બાળકો સહિત 24ના મોત થયા છે.
ગેમઝોનના ચાર માલિક
યુવરાજસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
પ્રકાશ જૈન
રાહુલ રાઠોડ
રાજપોટ TRP મોલમાં પોણા 6 વાગ્યે લાગેલી આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. અત્યાર સુધીમાં 12ના મોત થયા છે. મૃતહેદો સંપૂર્ણપણે દાઝી ગયા હોવાથી હાલ તેમની ઓળખ થઈ રહી નથી.
રાજકોટ શહેરના નાના મવા રોડ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી છે. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગેમ ઝોનમાંથી ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
નાનામવા રોડ આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ગેમઝોનમાં બાળકો સહિત 6 લોકો ફસાયા છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોલસ કરી દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ લખ્યું, રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.
આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ લાગતા ગેમઝોનના અનેક સાધનોને મોટી સંખ્યામાં નુકસાન સામે આવ્યું છે.
આ પણ વાંચો: ભારતમાં આ વર્ષની ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, હવામાનની પેટર્નમાં થયો બદલાવ
આ પણ વાંચો: મુસ્લિમ આરક્ષણ પર સંઘર્ષ, CM યોગીએ કલકત્તા હાઈકોર્ટના મુસ્લિમોના OBC ક્વોટા રદ કર્યાના નિર્ણયને આવકાર્યો
આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ