Not Set/ U-19 વર્લ્ડ કપ : ભારતે વિજય સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ઓસી.ને ૧૦૦ રનથી આપ્યો પરાજય

ન્યુઝીલેન્ડ ખાતે રવિવારથી શરુ થયેલા અંદર-૧૯ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય ટીમે વિજય સાથે પ્રારંભ કર્યો હતો. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રનથી હરાવ્યું હતું, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૨૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ૩૨૯ રનનો વિશાળ સ્કોર ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ ૨૨૮ રનમાં ઓલઆઉટ થઇ […]

Sports
india m4 U-19 વર્લ્ડ કપ : ભારતે વિજય સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ઓસી.ને ૧૦૦ રનથી આપ્યો પરાજય

ન્યુઝીલેન્ડ ખાતે રવિવારથી શરુ થયેલા અંદર-૧૯ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય ટીમે વિજય સાથે પ્રારંભ કર્યો હતો. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રનથી હરાવ્યું હતું, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૨૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ૩૨૯ રનનો વિશાળ સ્કોર ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ ૨૨૮ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી અને ૧૦૦ રને પરાજય થયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત સારી હતી અને કેપ્ટન પૃથ્વી શો અને મનજોત કાલરાની જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૮૦ રનની પાર્ટનરશીપ કરી હતી. કેપ્ટન પૃથ્વી શોએ ૧૦૦ બોલમાં ૯૪ જયારે મનજોત કાલરા પણ ૮૬ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

જયારે ૩૨૯ રનમાં જવાબમાં ઓસ્ટ્રેલિયન ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ નિયમિત અંતરાલ પર મધ્યમ તથા નીચલા ક્રમના બેટ્સમેનો વિકેટ પર ટકી શક્યા ન હતા અને પૂરી ટીમ ૨૨૮ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડસે સૌથી વધુ ૭૩ રન બનાવ્યાં હતા. જયારે  ભારત તરફથી કમલેશ નાગરકોટી અને શિવમ માવીએ ૩-૩ તથા હિમાંશુ રાણા અને અનુકુલ સુધાકર રોયે ૧-૧ વિકેટ ઝડપી હતી.