મહાવિકાસ આઘાડી (MVA) મહારાષ્ટ્રમાં એકસાથે વિધાનસભા ચૂંટણી લડશે. આ જાહેરાત શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે, 15 જૂને ગઠબંધનની બેઠક બાદ કરી હતી. તેમણે કહ્યું- લોકસભા ચૂંટણીમાં વિજય MVA માટે અંત નથી, પરંતુ શરૂઆત છે. અમે તમામ પક્ષોને સાથે લઈને ચૂંટણી લડીશું. NCP (SCP)ના નેતા શરદ પવાર, કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મુંબઈમાં YB ચવ્હાણ સેન્ટરમાં યોજાયેલી આ બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે લોકસભા ચૂંટણીમાં 31 બેઠકો જીતવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો.
વાસ્તવમાં, લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મહારાષ્ટ્રમાં 48માંથી 31 બેઠકો મળી છે, જ્યારે ભાજપ ગઠબંધને 17 બેઠકો જીતી છે. ઓક્ટોબરમાં 288 વિધાનસભા સીટો પર ચૂંટણી થઈ શકે છે. હાલમાં, રાજ્યમાં શિવસેના શિંદે જૂથ, ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથનું શાસન છે અને એમવીએ વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભા ચૂંટણીની સફળતાનું પુનરાવર્તન કરવા માંગે છે.
શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવે કહ્યું- આ સંવિધાન અને લોકશાહીને બચાવવાની લડાઈ હતી. ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ સરકાર મોદી સરકાર હતી અને હવે એનડીએ સરકાર બની ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ સરકાર કેટલો સમય ચાલે છે. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, ‘આ પ્રેસ કોન્ફરન્સ જનતાનો આભાર વ્યક્ત કરવા માટે છે. મહારાષ્ટ્રની જનતાએ અમને વિજયી બનાવ્યા છે. લોકસભા ચૂંટણી બાદ આજે પ્રથમ વખત મહારાષ્ટ્રના INDIA ગઠબંધનના નેતાઓ મળ્યા હતા. આપણે બધા લોકશાહી બચાવવા માટે ભેગા થયા છીએ.
પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, ‘મને આશા છે કે જે રીતે લોકોએ અમને લોકસભાની ચૂંટણીમાં મત આપ્યા હતા, એવો જ પ્રેમ અમને વિધાનસભાની ચૂંટણીમાં પણ મળશે અને હવે મહારાષ્ટ્રમાં પણ સત્તા પરિવર્તન થશે. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- લોકસભા ચૂંટણીમાં વિજય એ MVA માટે અંત નથી, પરંતુ શરૂઆત છે.
આ પણ વાંચો: સિક્કિમમાં પ્રવાસીઓની બચાવ કામગીરીમાં વરસાદ બન્યો વિઘ્ન, વાયુસેનાએ સંભાળી કમાન
આ પણ વાંચો: સિવિલ સેવા પરીક્ષા આજે લેવાશે, પરીક્ષા પહેલા ‘આ’ બાબતોનું ધ્યાન રાખો
આ પણ વાંચો: 200 ઈંડામાંથી નીકળ્યા 181 મગરનાં બચ્ચા, આ રીતે સંખ્યા વધી રહી છે…