કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Dhanteras 2024: દર વર્ષે કારતક વદ તેરસના દિવસે ધનતેરસનો (Dhanteras) તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. શાસ્ત્રો દર્શાવે છે કે, આ દિવસે ભગવાન ધન્વંતરી (Lord Dhanvantari) સમુદ્ર મંથન સમુદ્રમાંથી દરમિયાન પ્રગટ થયા હતા. ધન અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની ધનતેરસ મંત્ર સાથે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધન્વતરી ભગવાનની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.આ દિવસે ધાતુની વસ્તુ ખરીદવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

ધનતેરસ 2024 તારીખ
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ પર ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024માં ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
ધનતેરસ મુહૂર્ત 2024
-
તેરસ તિથિનો પ્રારંભ – 29 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10:31 કલાકે
-
તેરસ તિથિ સમાપ્તી – 30 ઓક્ટોબર, 2024ના રોજ બપોરે 01:15 કલાકે
-
ધનતેરસ પૂજા માટે શુભ મુહૂર્ત 29 ઓક્ટોબરના સાંજે 06:55 PM થી 08:22 PM છે.

ધનતેરસ પૂજા વિધિ
સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થળને સાફ કરો. ચૌકી પર લાલ કપડું બિછાવીને કુબેર દેવની સ્થાપના કરો. લાલ કપડા પર કુમકુમથી સ્વસ્તિક ચિન્હ બનાવો. ત્યારબાદ સ્વસ્તિક પર અક્ષત, ફૂલ અને ફળ ચઢાવો. ક્ષમતા અનુસાર કુબેર દેવને ઘરેણાં અર્પિત કરો. કુબેર દેવને કમળના ફૂલ અર્પિત કરો. કુબેર દેવને ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પિત કરો. ત્યારબાદ કુબેર દેવને મીઠાઈ અર્પણ કરો. કુબેર દેવના મંત્રોનો જાપ કરો અને આરતી કરો. પ્રસાદ તરીકે અર્પણ કરો.

ધનતેરસ પર શા માટે ખરીદી કરવામાં આવે છે?
• ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
• ધનતેરસના દિવસે વાસણો ખરીદવું પણ શુભ છે.
• આ દિવસે લોકો પિત્તળની વસ્તુઓ ખરીદે છે.
• આ સાથે સાવરણી ખરીદવી પણ શુભ હોય છે.

આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો
આ પણ વાંચો:ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…
આ પણ વાંચો:શુક્રાદિત્ય રાજયોગથી આ રાશિના જાતકોની કિસ્મત બદલશે!
