શું મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું રીલેશન તૂટી ગયુ છે? શું 6 વર્ષમાં પ્રેમનું ચક્ર પૂરું થયું? શું બંનેએ તેમના માર્ગો અલગ કર્યા છે? ફરી એકવાર મલાઈકા-અર્જુનના બ્રેક અપના સમાચાર મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. એવા સમાચાર છે કે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ સમાચાર કેમ આવી રહ્યા છે, તેના ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. પરંતુ લેટેસ્ટ અપડેટ એ છે કે મલાઈકાએ કપૂર પરિવારના ઘણા સભ્યોને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે.
શું જાહ્નવી,અંશુલાને કર્યું અનફોલો
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મલાઈકા અરોરાએ બોયફ્રેન્ડ અર્જુનની બહેન અંશુલા કપૂરને અનફોલો કરી દીધી છે. જો કે અર્જુન કપૂર હજુ પણ તેના ફોલોઅર્સની યાદીમાં સામેલ છે. સાથે જ અંશુલા પણ તેને ફોલો કરી રહી છે. પરંતુ આ ફોલો-અનફોલો ગેમમાં કંઈક ખોટું લાગે છે. આ દરમિયાન મલાઈકાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી.
મલાઈકાએ પોસ્ટમાં લખ્યું- ગુડ મોર્નિંગ, પરિવર્તન જીવનનો નિયમ છે. હવે એ જાણવું રસપ્રદ રહેશે કે મલાઈકા શું બદલાવની વાત કરી રહી છે.
અર્જુનનું નામ કુશા કપિલા સાથે જોડાયું છે
ખરેખર, તેમના બ્રેકઅપના સમાચારો શરૂ થવા પાછળનું કારણ એક તસવીર હતી જેમાં અર્જુન કપૂર સાથે કુશા કપિલા પણ જોવા મળી હતી. ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે અર્જુન કુશાને ડેટ કરી રહ્યો છે. પરંતુ કુશા પોતે આગળ આવી અને સ્પષ્ટ કર્યું કે આ સાચું નથી. પરંતુ અત્યાર સુધી મલાઈકા અને અર્જુન બંનેએ બ્રેકઅપના સમાચાર પર મૌન સેવ્યું છે. સામાન્ય રીતે જ્યારે પણ તેમના વિશે આવા સમાચાર આવ્યા ત્યારે બંને આગળ આવીને તેમને ફગાવી દેતા હતા, પરંતુ આ વખતે બંને ચૂપ છે અને આ મૌનથી સ્પષ્ટ થાય છે કે ચોક્કસ કંઈક ખોટું છે.
આ પણ વાંચો:UP High Court News/ગુટખા કંપનીનું પ્રમોશન અમિતાભ-અક્ષય જેવા બોલિવૂડ સ્ટાર્સ માટે બન્યું આફત! કાર્યવાહીના અભાવે HC નારાજ
આ પણ વાંચો:‘Dream Girl 2’ leaked/ડ્રીમ ગર્લ 2ના નિર્માતાઓને મોટો ફટકો, ‘ડ્રીમ ગર્લ 2’ રિલીઝ થતાં જ HDમાં થઈ લીક
આ પણ વાંચો:Bollywood/કંગના રનૌત અને કરણ જોહરનો ઝઘડો ખતમ, 6 વર્ષ જૂની લડાઈ ભૂલીને પેચઅપ કરવા જઈ રહ્યા છે બંને?