Cricket News: ક્રિકેટના મેદાન પર સતત રેકોર્ડ બનવાની અને તૂટવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘણા રેકોર્ડ બન્યાના થોડાક જ દિવસોમાં તૂટી જાય છે. જ્યારે અમુક રેકોર્ડને લાંબા સમય સુધી કોઈ તોડી શકતા નથી. આવો જ એક રેકોર્ડ છે ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો, જેને આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી. આજકાલ ક્રિકેટના મેદાન પર સિક્ચર મારવી સામાન્ય વાત છે. ટી-20 ક્રિકેટ, ODI ક્રિકેટ, બેટ્સમેનો મેદાન પર લાંબી સિક્સર મારવામાં બિલકુલ અચકાતા નથી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન લાંબા સિક્સર મારવા માટે જાણીતા છે.
સાથે ભારતના દિગ્ગજ ખેલાડી યુવરાજસિંહે 1 જ ઓવરમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના બેટસમેન શાહિદ આફ્રિદીના નામે છે. 2013માં શાહિદે દક્ષિણ આફ્રિકાના બોલર રેયાન મેકલેરેન સામે 153 મીટરની સિક્સ ફટકારી હતી. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બોલર બ્રેટ લીનું નામ આવે છે. બ્રેટ લીએ 2005માં વેન્ટ ઈન્ડિઝ સામે 143 મીટરની સિક્સ મારીને બધાને ચોંકાવી દીધા હતા જો કે ભારતીય ટીમમાં ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે, પરંતુ ભારત માટે અત્યાર સુધી સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે.
યુવરાજ સિંહે 2007માં ઓસ્ટ્રેલિયા સામે 119 મીટર લાંબી સિક્સર ફટકારી હતી ભારત માટે અત્યાર સુધીમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે 2007માં . યુવરાજ સિંહે ઓસ્ટ્રેલિયા સામે 119 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. IPLમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલના નામે છે. તેણે 2008માં IPLની પ્રથમ સિઝન દરમિયાન 125 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો:Golden Boy નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ, ડાયમંડ લીગમાં મેળવ્યું દ્વીતિય સ્થાન
આ પણ વાંચો:નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં મળ્યો સિલ્વર મેડલ! કેવી રીતે બનાવ્યો રેકોર્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન