જાણવા જેવું/ જો શરીર પર એક પણ ટેટૂ હશે તો તમને સરકારી નોકરી નહીં મળે; જાણો શું છે કારણ

શરીર પર ટેટૂ કરાવવાથી તમને સરકારી નોકરી નહીં મળે, હા તમે બરાબર વાંચી રહ્યા છો. જો તમારા શરીર પર એક પણ ટેટૂ હોય તો તમે ઘણી સરકારી નોકરીઓથી વંચિત રહી શકો છો.

India Education Trending
ટેટૂ

આજના સમયમાં ટેટૂ કરાવવાનો કોને શોખ નથી. દરેક 10મી વ્યક્તિ ટેટૂનો શોખીનમળી જશે. આ સમયે, ટેટૂ એક ટ્રેન્ડ બની ગયો છે. જો કે, 25 વર્ષની ઉંમર સુધી યુવાનોમાં આ ટ્રેન્ડ હજુ પણ પૂરજોશમાં છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરના કોઈપણ ભાગ પર ટેટૂ કરાવવાથી તમારી અને સરકારી નોકરીની વચ્ચે અવરોધ બની શકે છે અથવા તો ટેટૂ તમને સરકારી નોકરીથી વંચિત કરી શકે છે. જો તમે નથી જાણતા તો કોઈ વાંધો નથી, આજે અમે તમને આ સમાચાર દ્વારા આ વિષય વિશે જણાવીશું.

શરીર પર ટેટૂ કરાવવાથી તમને સરકારી નોકરી નહીં મળે, હા તમે બરાબર વાંચી રહ્યા છો. જો તમારા શરીર પર એક પણ ટેટૂ હોય તો તમે ઘણી સરકારી નોકરીઓથી વંચિત રહી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં ટેટૂના કારણે ઉમેદવારોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જો તમારા શરીર પર કોઈ ટેટૂ હશે તો તમે આર્મી કે પોલીસ ફોર્સમાં પસંદગી પામી શકશો નહીં.

આપને જણાવી દઈએ કે આર્મી અથવા પોલીસ ફોર્સમાં નોકરી માટે ટેટૂને લઈને ખૂબ જ કડક નિયમ છે. તબીબી તપાસ સમયે તમને નકારવામાં આવશે. નીચે આપેલી યાદી દ્વારા અમે તમને જણાવીશું કે કઈ નોકરીઓ ટેટૂ કરાવવામાં અવરોધરૂપ બને છે.

કઈ નોકરી મેળવવામાં ટેટૂ અવરોધરૂપ બનશે?

  • ભારતીય વહીવટી સેવા – IAS (Indian Administrative Service)
  • ભારતીય પોલીસ સેવા – IPS (Indian Police Service)
  • ભારતીય મહેસૂલ સેવા – IRS (Internal Revenue Service)
  • ભારતીય વિદેશ સેવા – IFS (Indian Foreign Service)
  • ભારતીય વાયુસેના – Indian Air Force
  • ભારતીય કોસ્ટ ગાર્ડ – Indian Coast Guard
  • ભારતીય સેના – Indian Army
  • ભારતીય નૌકાદળ – Indian Navy
  • પોલીસ Police

કારણ શું છે?

વાસ્તવમાં, આ નોકરીઓમાં ટેટૂને કારણે રિજેક્ટ થવાના ઘણા કારણો છે. તેમાંથી એક એ છે કે ટેટૂ વિવિધ રોગોનું કારણ બની જાય છે. ટેટૂથી ચામડીના રોગો, HIV અને હેપેટાઇટિસ A અને B જેવા રોગોનું જોખમ રહેલું છે. તે જ સમયે, સેના અથવા સુરક્ષા દળમાં ટેટૂને કારણે નોકરી ન મળવાનું એક કારણ સુરક્ષા સાથે પણ જોડાયેલું છે. ફોર્સમાં ટેટૂ વાળા વ્યક્તિને નોકરી મળતી નથી કારણ કે જો પકડાઈ જાય તો ટેટૂના કારણે તેની ઓળખ સરળતાથી થઈ શકે છે.

આ પણ વાંચો:અતીક-શાઇસ્તાને છેલ્લી વાર ન જોવા મળ્યો પુત્રનો ચહેરો, કસારી-મસારી કબ્રસ્તાનમાં અસદ સુપુર્દ-એ-ખાક

આ પણ વાંચો:દિલ્હીના સીએમએ કહ્યું, ‘જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં ઈમાનદાર કોઈ નથી’

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટીની અજબની જાળ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 16ના મોતઃ 25 ઇજાગ્રસ્ત