તરુણ ગર્ભવતી/ મોરલો કળા કરી ગયોઃ બીમાર તરૂણીની દાખલ કરાતા ગર્ભવતી નીકળી

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક તરુણી બીમાર પડતા માબાપ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે તરુણીની સારવાર કરતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

Top Stories Surat

સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં ખીલતી કળી પર કોઈ ભમરો કળા કરી ગયો છે. સમગ્ર વિસ્તારનો ઘટનાક્રમ એવો છે કે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક તરુણી બીમાર પડતા માબાપ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે તરુણીની સારવાર કરતા તેને Young Woman Pregnant પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ સાંભળવાની સાથે જ તરુણીના માતાપિતાના પગતળે જમીન ખસી ગઈ હતી. તેથી સમગ્ર કેસમાં હવે તરુણીના માતાપિતા દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે અજાણ્યા યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તરુણીના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આ તરુણી Young Woman Pregnant રમતગમત કે પછી અભ્યાસ માટે શહેરથી બહાર ગઈ હતી. તે સમયે તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. તેના પછી આ અજાણ્યા યુવકે તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાના કારણે તરુણીને ગર્ભ રહી ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે યુવતીના માતા-પિતાના કહ્યા અનુસાર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ અંગે સુરત પોલીસના ડીસીપીનું ભગીરથસિંહ ગઢવીનું કહેવું છે કે Young Woman Pregnant જો તરુણી સગીર હશે તો યુવક સામે પોક્સો હેઠળ ગુનો નોંધાઈ શકે છે, પરંતુ જો તરુણી સગીર નહી હોય તો પછી અહીં બળાત્કારનો કેસ નહીં નોંધાય પણ બહુ-બહુ તો છેતરપિંડીનો કેસ નોંધાઈ શકે છે. આ ઉપરાંત તરૂણની ઉલટતપાસ પણ કરવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તરૂણી પાસેથી મળેલી વિગતોના આધારે તેઓ આ અજાણ્યા યુવકને શોધી કાઢશે. જો કે તેને કોઈ રીતે બ્લેકમેઇલ કરીને શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોય તો જ બળાત્કારનો કેસ લાગુ પડી શકે છે.

આ કિસ્સા કુમળી વયે સંતાનોને બહાર મોકલતા માબાપ માટે ચેતવણી Young Woman Pregnant સમાન છે. કિશોરીઓ કે સંતાનોને બહાર મોકલતા માબાપે તેમને પૂરતી સાવધાની કે તકેદારી સાથે મોકલવા જરૂરી છે. હાલમાં તો આ તરુણીના માબાપ અત્યંત કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પોલીસના આંટાફેરાના લીધે તેમના પડોશીઓમાં પણ વાત થવા લાગી છે કે આમના ઘરે શું ચાલી રહ્યું છે. તેઓને સામાજિક રીતે પણ નીચાજોણું થયું છે. તેમના માટે ન કહેવાય  અને ન સહેવાય તેવી સ્થિતિ છે. બેટી પઢાવોની  સાથે બેટીને પોતાના શિયળની રક્ષાની તાલીમ આપવી પણ આપવી આવશ્યક છે, નહીંતર તો આવા કેટલાય મોરલા તેમની કળા કરવા તૈયાર જ હોય છે.

અશ્વિન માસ્ટરક્લાસ/ અશ્વિનના માસ્ટરક્લાસ સામે ઓસ્ટ્રેલિયાનો હજી પણ નથી કોઈ ક્લાસ

બિસ્માર આરોગ્યતંત્ર/ એમ્બ્યુલન્સ ન મળતા સાત વર્ષનો દીકરો પિતાનો જીવ બચાવવા હાથલારી પર નાખી હોસ્પિટલ પહોંચ્યો

અંબાજી/ શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ