મુંબઇ
હોટ એક્ટ્રેસ ઝરીન ખાનને તમે અત્યાર સુધી ગ્લેમરસ અને હોટ અવતારમાં જોઈ છે,પરંતુ હવે ઝરીન તેના નવા જ અંદાજમાં જોવા મળશે.
ઝરીન ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૨૧ને કઈ ખાસ સફળતા મળી ન હતી.હોરર ફિલ્મમાં નિષ્ફળ ગયેલી ઝરીને હવે સ્ટંટ મુવી કરવાનું નક્કી કર્યું છે.આગામી ફિલ્મ વન-ડે માં ઝરીન ખાન પોલીસ અધિકારીના રૂપમાં જોવા મળશે.
ઝરીનને જણાવ્યું હતું કે હું હમેશાથી ટોમબોય જેવી જ હતી અને મને એકશન ફિલ્મ કરવાનું વધુ પસંદ છે. આ ફિલ્મમાં હું પોલીસની વર્દીમાં જોવા મળીશ. આ ફિલ્મ પછી ચોક્કસ મારી ઈમેજ બદલાઈ જશે.’વન ડે’ ફિલ્મના નિર્દશન અશોક નંદાનું છે.ફિલ્મમાં અનુપમ ખેરનો રોલ મહત્વનો રહેશે.
