સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે મજૂરોનાં શોષણથી બચાવનાર મજૂર કાયદાને ત્રણ વર્ષ માટે મોકૂફ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ગરીબોની નહીં પણ મૂડીવાદીઓનાં હિતોની ચિંતા કરે છે. ભાજપે મોંઘવારીને વધારવાનાં ષડયંત્રની રચના જ કરી નથી, પરંતુ કામદારોનાં શોષણ માટેનાં માર્ગ પણ ખોલ્યા છે. ભાજપ સરકારનાં આ લોકવિરોધી નિર્ણયો સામે લોકોમાં ભારે રોષ છે.
અખિલેશ યાદવે શુક્રવારે યોગી સરકાર વિરુદ્ધ ટ્વીટ કરીને તેને ગરીબ વિરોધી ગણાવ્યું હતું. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે એક વટહુકમ દ્વારા કામદારોનાં શોષણથી બચાવનારા મજૂર કાયદાની મોટાભાગની જોગવાઈઓને 3 વર્ષ માટે મુલતવી રાખી છે. તે ખૂબ વાંધાજનક અને અમાનવીય છે. ગરીબ વિરોધી ભાજપ સરકાર, જે કામદારોને સુરક્ષા આપી શકતી નથી, તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
उप्र की भाजपा सरकार ने एक अध्यादेश के द्वारा मज़दूरों को शोषण से बचानेवाले ‘श्रम-क़ानून’ के अधिकांश प्रावधानों को 3 साल के लिए स्थगित कर दिया है. ये बेहद आपत्तिजनक व अमानवीय है।
श्रमिकों को संरक्षण न दे पाने वाली ग़रीब विरोधी भाजपा सरकार को तुरंत त्यागपत्र दे देना चाहिए।
— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2020
અખિલેશ યાદવે કહ્યું કે, રાજ્ય સરકારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બાઇકથી લઇને ટ્રકનાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. નોયડા ઓથોરિટીએ પાણીનાં દરમાં 7.5 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને વધારાની ડ્યુટીમાં વધારો કર્યો છે. વળી રાજ્ય સરકારે વધારાનાં વેટ લાગુ કર્યા છે. આ ખેડૂતો અને જનતા ઉપર અત્યાચાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
