90 નાં દાયકાની સુંદર અને સેક્સી અભિનેત્રી પૂજા ભટ્ટ તેના બોલ્ડ વિચારો માટે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. પૂજાનું કહેવું છે કે ટીકાઓ તેમનું ધ્યાન વિચલિત કરતી નથી. પૂજા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેની ફિલ્મો સાથે તેના બેબાક વિચારો માટે પણ જાણીતી છે.

પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે આ ફોટામાં બાથટબમાં દેખાઇ રહી છે. પૂજા ભટ્ટનાં ફોટોની સાથે સાથે તેના કેપ્શને પણ લોકોનું ઘણું ધ્યાન આકર્ષિત કર્યુ. આ ફોટો શેર કરતા પૂજાએ લખ્યું, ‘ટીકાઓ મને વિચલિત કરતી નથી. હું 90 નાં દાયકાની શરૂઆતથી જ ક્રિટિક્સનો નિશાન બની રહી છું.‘

આપને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ ‘સડક 2‘ માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન પૂજા ભટ્ટનાં પિતા મહેશ ભટ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. જોકે પોસ્ટરમાં કોઈપણ સ્ટારની ઝલક નહોતી, પણ આપણે તેમાં કૈલાસ પર્વતનો નજારો જોઇ શકીએ છીએ.
આલિયાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે, ‘કૈલાસ પર્વત પર દેવો અને ઋષિઓનાં પગલાં છે. તે દરેક દેવોના દેવ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. શું આ પવિત્ર સ્થાનને ખરેખર કલાકારોની જરૂર છે. આ તે જગ્યા છે જ્યા દરેક શોધ સમાપ્ત થાય છે. સડક 2‘ એ પ્રેમનો રસ્તો છે.‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
