લોક ડાઉન 4.0 માં રાજ્ય સરકાર દ્વારા ઘણી છૂટ છાટ આપવામાં આવી છે. તે અંતર્ગત આજે સવારે અમદાવાદના કાલુપુર વિસ્તાર અને માધુપુરા વિસ્તારમાં આવેલું હોલસેલ અનાજનું બજાર ચાલુ કરવા માટે ગત રોજ પરવાનગી આપવામાં આવી હતી. આજે સવારે ચાલુ થયેલ હોલસેલ અનાજ બજાર ને શરુ થયાના એક જ કલાકમાં બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જેને લઈને વેપારી આલમમાં રોશની લાગણી જોવા મળી હતી.
અત્રે નોધનીય છે કે, અમદાવાદ મનપા દ્વારા ગઈકાલે દુકાનો અને હોલસેલ અનાજ બજાર ચાલુ કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. છતાં દુકાનો આજે બંધ કરવાઈ છે.
વેપારી વર્ગનું કહેવું છે કે, સવારે એકી બેકી નંબરથી વેપારીઓ દુકાન ખોલી હતી. વેપારીઓએ તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હતું પરંતુ પોલીસ અને કોર્પોરેશનની ટીમ આજે સવારે આવી બધું બંધ કરાવી દીધુ હતું. આ મામલે પોલીસ અને કોર્પોરેશન કોઈ જ જવાબ આપતું નથી. મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
