Not Set/ અમિતશાહ અને સ્મૃતિ ઈરાનીએ ઈલેક્શન પંચને પોતાની સંપત્તિ વિશે જાણકારી આપી

ગુજરાતના ત્રણ અને પશ્ચિમ બંગાળની 6 રાજ્યસભા સીટ માટે ઈલેક્શન થવાના છે ત્યારે ગુજરાતમાં ચાર ઉમેદવાર મેદાનમાં છે. અમિતશાહ અને સ્મૃતિ ઈરાનીએ ઈલેક્શન પંચને પોતાની સંપત્તિ વિશે જાણકારી આપી હતી.રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા અમિત શાહ પાસે કુલ 34.31 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પત્નીના નામે 7.83 કરોડ રૂપિયા છે. તથા તેમની પાસે 19.01 કરોડ રૂપિયાની […]

India

ગુજરાતના ત્રણ અને પશ્ચિમ બંગાળની 6 રાજ્યસભા સીટ માટે ઈલેક્શન થવાના છે ત્યારે ગુજરાતમાં ચાર ઉમેદવાર મેદાનમાં છે. અમિતશાહ અને સ્મૃતિ ઈરાનીએ ઈલેક્શન પંચને પોતાની સંપત્તિ વિશે જાણકારી આપી હતી.રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા અમિત શાહ પાસે કુલ 34.31 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પત્નીના નામે 7.83 કરોડ રૂપિયા છે. તથા તેમની પાસે 19.01 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. જેમાં 4.78 કરોડ રૂપિયાની સંપત્તિ તેમના નામ પર છે અને 4.78 કરોડની સંપત્તિ તેમની પત્નિના નામ પર છે. તેમની પાસે 15.29 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. જેમાં 12.24 કરોડ રૂપિયાની સંપત્તિ શાહના નામ પર છે અને 3.05 કરોડ રૂપિયાની સંપત્તિ તેમની પત્નીના નામે છે.તો આ તરફ સ્મૃતિ ઈરાની પાસે કુલ 8.83 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં 4.69 કરોડ તેમના નામ પર છે અને 4.10 કરોડ રૂપિયા પતિના નામ પર છે. તેમની પાસે કુલ 3.83 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે.