Not Set/ અમિતાભ બાદ અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ

અમિતાભ બચ્ચને ટ્વિટર પર પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર આપ્યા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે અભિષેક બચ્ચનનો કોરોના વાયરસ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અભિષેક બચ્ચને એક ટ્વીટ દ્વારા આ વિશે માહિતી આપી છે. અભિષેકે ટ્વીટમાં લખ્યુ છે કે, આજે મારો અને પિતાજીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમારા બંનેને ખૂબ […]

Uncategorized

અમિતાભ બચ્ચને ટ્વિટર પર પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર આપ્યા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે અભિષેક બચ્ચનનો કોરોના વાયરસ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અભિષેક બચ્ચને એક ટ્વીટ દ્વારા આ વિશે માહિતી આપી છે.

અભિષેકે ટ્વીટમાં લખ્યુ છે કે, આજે મારો અને પિતાજીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમારા બંનેને ખૂબ જ હળવા લક્ષણો હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરી છે અને અમારા કુટુંબ અને સ્ટાફનાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મારો દરેકને અનુરોધ છે કે શાંતિ જાળવી રાખો અને પરેશાન ન બનો. આભાર.