બોલિવૂડ સ્ટાર્સે આ મહિને આવતા તેમના વીજળી બિલ અંગે સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ સેલેબ્સમાં અભિનેત્રી તાપ્સી પન્નુ, સોહા અલી ખાન, રાજ કુંદ્રા અને હુમા કુરેશી જેવા સ્ટાર્સ શામેલ હતા. વળી હવે આ કડીમાં અભિનેતા અરશદ વારસીનું નામ જોડાયુ છે.
અભિનેતાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, તેનું વીજળીનું બિલ 1 લાખ રૂપિયાથી વધુ આવ્યુ છે. વળી તેના વધેલા વીજળી બિલ અંગે અભિનેતાનો ખૂબ રસપ્રદ પ્રતિસાદ સામે આવ્યો છે. અભિનેતા અરશદ વારસીએ પોતાના ટ્વિટ દ્વારા લોકોને તેની પેઇન્ટિંગ ખરીદવાની અપીલ કરી હતી, કેમ કે તેણે પોતાનું અદાણીનું વીજળીનું બિલ ચૂકવવાનું છે. બોમ્બે ટાઇમ્સમાં છપાયેલા તેના ઇન્ટરવ્યુ અંગે અરશદ વારસીએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે વધેલા વીજળી બિલ અંગે તંજ કસ્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યુ, “જનતા કૃપા કરીને મારી પેઇન્ટિંગ ખરીદે, મારે મારું અદાણીનું વીજળીનું બિલ ચૂકવવાંનું છે. મારે આગળનાં બિલ માટે કિડની રાખવી પડશે.” અરશદ વારસીનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
Thank you Rachana & @bombaytimes for the article. People please buy my paintings, I need to pay my Adani electric bill, kidneys am keeping for the next bill 🙏🏼 pic.twitter.com/ycAaSgxGnR
— Arshad Warsi (@ArshadWarsi) July 5, 2020
