ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ ઉભી કરનાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના રિયાલીટી ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં નજરે પડી જે ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ બીજી અન્ય છ ખિલાડીની સાથે સામાજીક સેવા માટે કેબીસીનો ભાગ બન્યા હતા ત્યારે મહિલા ક્રિકેટ ટીમની ધાકડ ખેલાડી સ્મૃતિ મંધાતા રડી પડી હતી કેબીસીના શો દરમિયાન અમિતાભ બચ્ચને સ્મૃતિ મંધાતાને તેમનુ મનપંસદ ગીત વિશે પૂછયુ ત્યારે તેના જવાબમાં તેણે ચન્ના મેરેયા મેરેયા ગીત જણાવ્યુ હતુ ત્યારે અમિતાભ બચ્ચને તરત જ સિંગર અરિજીતસિંઘને ફોન લગાવ્યો અને આ ગીતની ફરમાઈશ કરી તો ફોન પર જયારે અરિજીતસિંઘએ ગીત ગાયુ ત્યારે સ્મૃતિ ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. જો કે ડ્રેસિગ રૂમમાં અને બેંટિગ કરતા પહેલા સ્મૃતિ આ ગીત ચોક્કસથી સાંભળે છે.
