Not Set/ અ’વાદઃ પિતાએ કાર ધોવા ચાવી આપી, સગીરે 10 વાહનોને અડફેટે લીધા

નારણપુરાના ટેલિકોમ એક્સચેન્જ પાસે આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા સગીરે ‌સોમવારે સવારે કાર હંકારી એપાર્ટમેન્ટની પાસે જ પાર્ક થયેલા 10થી વધારે વાહનોને અડફેટે લીધા હતા. જો કે કોઇ જાનહાનિ થઇ નથી. સગીરના પિતાએ પુત્રને સેન્ટ્રો કારની સફાઇ કરવા માટે ચાવી આપી હતી.  જેનો ફાયદો લઇ સગીરે કાર હંકારીને 10થી વધારે વાહનો અડફેટે લેતા સ્થાનિકોએ કારના કાચ […]

Uncategorized

નારણપુરાના ટેલિકોમ એક્સચેન્જ પાસે આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા સગીરે ‌સોમવારે સવારે કાર હંકારી એપાર્ટમેન્ટની પાસે જ પાર્ક થયેલા 10થી વધારે વાહનોને અડફેટે લીધા હતા. જો કે કોઇ જાનહાનિ થઇ નથી. સગીરના પિતાએ પુત્રને સેન્ટ્રો કારની સફાઇ કરવા માટે ચાવી આપી હતી.  જેનો ફાયદો લઇ સગીરે કાર હંકારીને 10થી વધારે વાહનો અડફેટે લેતા સ્થાનિકોએ કારના કાચ તોડી  નાંખ્યા હતા. જેને પગલે ટ્રાફિક કન્ટ્રોલમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતો. જો કે 15 વર્ષનો કિશોર હોઇ સ્થાનિકોએ સમાધાન કરી લેતા ફરિયાદ થઇ નહોતી.