આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક મળી રહી છે. જુલાઇ મહિનામાં જીએસટી અમલ થયા બાદ પ્રથમ વાર કાઉન્સિલની બેઠક મળી રહી છે, જેમાં નાણાપ્રધાન અરુણ જેટલી પણ ભાગ લઇ રહ્યા છે. જીએસટીના અમલ બાદ કાપડ બજાર સહિત કેટલાય સેક્ટરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, જોકે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સરકાર સાથે સમાધાનના ભાગરૂપે પરિસ્થિતિ થાળે પડી ગઇ હતી. કાપડ બજાર સહિત વિવિધ સેક્ટરમાં જીએસટી બાદ પડી રહેલી મુશ્કેલીઓ અંગે જીએસટી કાઉન્સિલમાં રજૂઆત કરાઇ છે, જેના પગલે આ બેઠકમાં ટેક્સની વિસંગતતાઓ તથા કેટલાક અન્ય પ્રશ્નો સંબંધે રાહત આપવામાં આવી શકે છે. સ્થાનિક કાપડ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીના અમલ બાદ પ્રથમ બેઠક મળી રહી છે, જેમાં સમાધાનના ભાગરૂપે આ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.
Not Set/
આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક
આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક મળી રહી છે. જુલાઇ મહિનામાં જીએસટી અમલ થયા બાદ પ્રથમ વાર કાઉન્સિલની બેઠક મળી રહી છે, જેમાં નાણાપ્રધાન અરુણ જેટલી પણ ભાગ લઇ રહ્યા છે. જીએસટીના અમલ બાદ કાપડ બજાર સહિત કેટલાય સેક્ટરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, જોકે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સરકાર […]
