Not Set/ આ કારણને લઈને IPL વ્યુઅરશીપમાં આવ્યો  30%નો ઘટાડો

  હાલમાં આઈપીએલની 13મી સિઝન UAE  ખાતે રમી રહી છે. કોરોના કાળમાં દર્શકો વિના હાલમાં આ મેચો રમી રહી છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મેચનો આણંદ માની રહ્યા છે. નોધનીય છે કે, બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડીયા પર અનેક વ્યુઅર્સ સાથે આ ટુર્નામેન્ટ શરુ થઈ છે. જો કે કંપનીની વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ ડિઝની + […]

Uncategorized
 

હાલમાં આઈપીએલની 13મી સિઝન UAE  ખાતે રમી રહી છે. કોરોના કાળમાં દર્શકો વિના હાલમાં આ મેચો રમી રહી છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મેચનો આણંદ માની રહ્યા છે. નોધનીય છે કે, બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડીયા પર અનેક વ્યુઅર્સ સાથે આ ટુર્નામેન્ટ શરુ થઈ છે. જો કે કંપનીની વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ ડિઝની + હોટસ્ટારની વ્યુઅરશીપમાં 30 ટકા કરતા વધુનો ઘટાડો નોંધાય તેવી શકયતા ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંત વ્યક્ત કરી રહ્યા હતા.

‘ઓટીટી પ્લેટફોર્મ કરતાં ટીવીની વ્યુઅરશીપમાં ધરખમ વધારો થશે. કારણ કે ફ્રી સબસ્ક્રાઈબર આઈપીએલ લાઈવ નો આનંદ માત્ર 5 મીનીટ સુધી જ માણી શકે છે. જે પછી પેઈડ પ્લાન્ટસમાં સબસ્ક્રીપ્શન કરાવવું પડે છે. આ વર્ષે કોરોનાને પગલે મોટાભાગના લોકો ઘરે જ રહેતા હોય છે. તેથી તેઓ ટીવી પર જ લાઈવ ટુર્નામેન્ટનો આનંદ માણી શકે છે. જેને પગલે હોટસ્ટારની વ્યુઅરશીપને મોટો ફટકા પડી શકે છે.’ તેવું એક મીડીયા એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું.

વ્યુઅરશીપને આઈપીએલનું આયોજન કયાં અને કેવી રીતે થઈ તે સાથે કોઈ મતલબ નથી પરંતુ ફી એકસેસ સાથે છે. 2019ના આઈપીએલ દરમિયાન જીઓ અને એરટેલે પોતાના યુઝરને ફીમાં આઈપીએલનો આનંદ માણવા મળે તે માટે ‘સ્ટાર’ને રકમ ચૂકવી હતી. ઓગષ્ટ માસમાં ડિઝનીએ જાહેરાત કરી હતી કે ડિઝની+હોટસ્ટારમાં સબસ્ક્રાઈબરની સંખ્યા 60 મિલિયનને પાર પહોંચી છે. આ વર્ષની આઈપીએલની ટુર્નામેન્ટ દરમિયાન વ્યુઅરશીપ 8.7 મિલિયનને પાર પહોંચી હતી. જયારે શરુઆતની 5 મીનીટનો આંકડો પણ ઘણો મોટો હતો.

હોટસ્ટારમાં પ્રીમીયમ ક્ધટેન્ટ માટે સબસ્ક્રીપ્શન ફરજીયાત છે. આ અંગે ક્રિકબસના સીઈઓ પંકજ છપરવાલે જણાવ્યું હતું કે, ‘ધીરે ધીરે લોકો પ્રીમીયમ ક્ધટેન્ટ માટે પેમેન્ટ મોડલ અપનાવતા થશે. જો કે શરુઆતમાં લાઈવ મેચ દરમિયાન તેની વ્યુઅરશીપને ફટકો પડે તેવી શકયતા છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.