અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ યથાવત છે, અટલું જ નહીં તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાને આપવામાં આવેલી પરમાણુ હુમલાની ધમકી બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયાં છે. તેમણે કહ્યું કે હવે અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. તો દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે, ઉત્તર કરિયા દ્વારા ઉશ્કેરણી કરવા પર તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.વ્હાઈટ હાઉસમાં અમેરિકાન પ્રેસિડેન્ટ સાથેની મુલાકાતમાં દક્ષિણ કોરિયાના વડા મૂન જાએ ઈને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઉત્તર કોરિયાની સમસ્યાનું કાયમી સમાધાન કરવું અનિવાર્ય છે. આ મુદ્દે જલદી અને યોગ્ય સમાધાન લાવવા તેમણે ઉત્તર કોરિયાને ચર્ચા કરવા અપીલ કરી છે.ઉત્તર કોરિયાની સમસ્યા અંગે દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે, અમેરિકાએ એક જવાદાર મહાસત્તાની જવાબદારી નિભાવી આ સમસ્યા અંગે યોગ્ય, સચોટ અને જલદી નિરાકરણ લાવવું જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલી આ વૈશ્વિક સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ.
Not Set/
ઉત્તર કોરિયા પર ટ્રમ્પ ભડક્યાં, અમેરિકાની ધીરજ ખૂટી ?
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ યથાવત છે, અટલું જ નહીં તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાને આપવામાં આવેલી પરમાણુ હુમલાની ધમકી બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયાં છે. તેમણે કહ્યું કે હવે અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. તો દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે, ઉત્તર કરિયા દ્વારા ઉશ્કેરણી કરવા પર […]
