રાજકોટ માટે ફરી આજે દુખદ અને ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, હાલનાં સમયે તો કોરોના જ સૌથી વધુ દુખદ સમાચાર આપી રહ્યો છે, ત્યારે આ દુખદ સમાચાર પણ કોરોનાનાં સંદર્ભમાં જ હોવાનાં તે સ્વાભાવીક છે. પરંતુ આ સમાચાર ફક્ત દુખદ નહીં સાથે સાથે ચિંત જનક અને ભયાવહ પણ છે. જી હા રાજકોટમાં કોરોના થી વધુ 11 દર્દીનાં મોત નીપજ્યાની વિગતો સામે આવી રહી છે.
રાજકોટમાં પાછલા 24 કલાકમાં 11 દર્દીનાં મોત થતાં તંત્ર હાફળુ ફાફળુ થઇ ગયું છે અને બીજી રીતે કહેવામાં આવે તો કોરોનાનાં સામે સતર્ક અને સાબદુ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને કોરોનાનાં કારણે મરણજનાર લોકોનાં આંકડામાં પણ રોજરોજ વધારો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કાહેરને કારણે શહેરના લોકો ભયનાં ઓથર નીચે જોવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કદાચ આ જ કારણોને લઇને ગઈકાલે આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજકોટની મુલાકાત લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
