દુનિયા જ્યારે કોરોના વિરુદ્ધ લડી રહી છે ત્યારે પાકિસ્તાનમાં કોઇ અલગ જ રાગ ગવાઇ રહ્યો છે. પાકિસ્તાને તેના ઘણા વિસ્તારોમાં સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્વિટર અને વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ ઝૂમ બંધ કરી દીધી છે. જોકે, ઘણા કલાકોનાં અવરોધ બાદ પાકિસ્તાને મોડી રાત્રે તેને હટાવી દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બલુચો પર થતા અત્યાચાર અંગે ‘એક સાથે વર્ચુઅલ કોન્ફરન્સ’ કરીને પીએમ ઇમરાન ખાન અને પાકિસ્તાન સૈન્ય ગભરાઈ ગયા હતા અને ટ્વિટર અને ઝૂમને બ્લોક કર્યા હતા.
જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાચાર, હત્યા અને લોકશાહી પર થઇ રહેલા હુમલા માટે પાકિસ્તાનમાં ‘વર્ચુઅલ કોન્ફરન્સ’ યોજવામાં આવી હતી. પાકિસ્તાનીઓનાં સવાલોથી બચવા માટે સરકારે કેટલાક કલાકો સુધી ટ્વિટર અને ઝૂમ બ્લોક કરી દીધુ હતુ. બલુચિસ્તાન પોસ્ટનાં સમાચારો અનુસાર, ટ્વિટર, તેની વીડિયો સ્ટ્રીમિંગ સેવા પેરિસ્કોપ, વર્ચુઅલ વીડિયો કોન્ફરન્સિંગ વેબસાઇટ ઝૂમને કેટલાક કલાકો સુધી બ્લોક કરી હતી. ઇન્ટરનેટ-મોનિટરિંગ સંસ્થા નેટબ્લોક ડોટ ઓઆરજી અનુસાર, આ બંને વેબસાઇટ પર પાકિસ્તાનનાં અમુક વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રવિવારે, ફોરમે જાહેરાત કરી હતી કે તેઓ બલૂચ પત્રકાર સજ્જાદ હુસેન અને પખ્તુન તહાફુઝ મૂલમેન્ટનાં નેતા આરિફ વઝીરની રહસ્યમય સંજોગોમાં હત્યા અંગે વર્ચુઅલ કોન્ફરન્સ કરશે. બલોચ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, પાકિસ્તાનમાં રહેતા લોકો આ સંમેલનમાં ભાગ લઈ શકશે નથી, તેથી પાકિસ્તાની અધિકારીઓએ ઝૂમ અને ટ્વિટર બંધ કરી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
