Not Set/ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં કેટલાક નવા નામને અપાયુ સ્થાન

ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં નવા કેટલાક નામને સ્થાન મળ્યું છે.તમિળ અને તેલુગુ ભાષામાં જેનો અર્થ મોટા ભાઇ થાય તે શબ્દ અન્નાને છેવટે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. એક મહિના પહેલાં બહાર પાડવામાં આવેલી ડિક્શનરીની નવી આવૃત્તિમાં તેલુગુ, ઉર્દૂ, તમિળ, હિન્દી અને ગુજરાતી ભાષાના કુલ ૭૦ નવા શબ્દોને ઉમેરવામાં આવ્યા છે. આમ તો આના એટલે કે […]

World

ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં નવા કેટલાક નામને સ્થાન મળ્યું છે.તમિળ અને તેલુગુ ભાષામાં જેનો અર્થ મોટા ભાઇ થાય તે શબ્દ અન્નાને છેવટે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. એક મહિના પહેલાં બહાર પાડવામાં આવેલી ડિક્શનરીની નવી આવૃત્તિમાં તેલુગુ, ઉર્દૂ, તમિળ, હિન્દી અને ગુજરાતી ભાષાના કુલ ૭૦ નવા શબ્દોને ઉમેરવામાં આવ્યા છે. આમ તો આના એટલે કે રૃપિયાના સોળમો હિસ્સો શબ્દ ઓક્સફર્ડમાં છે પણ હવે અન્ના એટલે કે મોટા ભાઇ શબ્દને ઉમેરવામાં આવ્યો છે. પિતા માટે ઉર્દૂમાં વપરાતો શબ્દ અબ્બા પણ ડિક્શનરીમાં સમાવવામાં આવ્યો છે. બીજા જે શબ્દો ઉમેરવામાં આવ્યા તેમાં ભીંડી, અચ્છા, બાપુ,ચાચા, દીદી અને માતા, બડા દિન, બચ્ચા, સૂર્યનમસ્કાર, ગોશ્ત અને જુગાડનો સમાવેશ થાય છે. અચ્છા શબ્દ બરાબર એટલે કે ઓકેના અર્થમાં તો ડિક્શનરીમાં હતો પરંતુ હવે તે આૃર્ય, શંકા અને આનંદના ભાવને વ્યક્ત કરતાં શબ્દ તરીકે ઉમેરવામાં આવ્યો છે