Not Set/ ઓક્સિજન પેદા કરવા માટે નાસા મોકલશે મંગળ પર સુક્ષ્મ જીવો

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર ઓક્સિજન બનાવવાની યોજના બનાવી છે. જે માટે રોવર નામના મિશન હેઠળ વૈજ્ઞાાનિકો ૨૦૨૦ સુધીમાં મંગળ પર સુક્ષ્મજીવો મોકલશે તેવી ચ્રચા તઈ રહી છે. સુક્ષ્મજીવોને મંગળગ્રહ પર ટકી જઇને શરીરમાંથી ઓકિસજન બહાર કાઢશે સંશોધકોને એવા હેતુસર કવાયત હાથ ધરી છે. આ પ્રયોગને  સફળતા પ્રાપ્ત થશે તો ભવિષ્યમાં માનવ સમુદાયને […]

World Tech & Auto

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર ઓક્સિજન બનાવવાની યોજના બનાવી છે. જે માટે રોવર નામના મિશન હેઠળ વૈજ્ઞાાનિકો ૨૦૨૦ સુધીમાં મંગળ પર સુક્ષ્મજીવો મોકલશે તેવી ચ્રચા તઈ રહી છે. સુક્ષ્મજીવોને મંગળગ્રહ પર ટકી જઇને શરીરમાંથી ઓકિસજન બહાર કાઢશે સંશોધકોને એવા હેતુસર કવાયત હાથ ધરી છે. આ પ્રયોગને  સફળતા પ્રાપ્ત થશે તો ભવિષ્યમાં માનવ સમુદાયને મંગળગ્રહ પર  વસાવાટ કરવાની દિશામાં આ ખૂબજ મોટી સફળતા ગણાશે.

હાલમાં મંગળ પર ઓકિસજનની માત્રા ૦.૧૩ ટકા છે અને  કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૯૫ ટકા છે. આ ઉપરાંત અલ્પ પ્રમાણમાં નાઇટ્રોજનની માત્રા પણ છે.જેની સરખામણીમાં પૃથ્વી પર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ૭૮ ટકા અને ઓકિસજનનું પ્રમાણ ૨૧ ટકા છે.નાસાના કર્મચારીઓ માર્સ ૨૦૨૦ મિશન હેઠળ એક પ્રયોગ કરીને મંગળગ્રહ પર ઓકિસજન પેદા કરવાનો સતત પ્રય્તન કરી રહયા છે. નાસાની આ યોજનાનો હેતુ માર્સની આસપાસ એક ચુંબકિય ઢાલ અને ન્યુકલિઅર રિએકટર બનાવવાનો પણ છે.જેથી પૃથ્વી પરથી સતત પ્રયત્ન કરવામાં આવે તો મંગળ પર  માનવ વસવાટ શકય હોવાથી માર્સ મિશન અંર્તગત આ અંગે ધણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.