અબ ડરના જરૂરી હૈ. જી હાં, હવે કોરોનાની સ્થિતિ ભયાવહ છે. વિશ્વમાં તો કોરોના હાહાકાર મચાવી જ રહ્યો છે, પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહેવા અનુસાર ભારતમાં તહેવારો બાદ કોરોના સંક્રમણ વરક્યો છે. ઉપરાંત યૂરોપિયન દેશોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના કારણે આગામી બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે છે.
કોરોનાની ત્રીજી લહેરની WHOની ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજો તબક્કો પણ અનેક દેશોનાં બે મહિનામાં શરૂ થવાની ભીંતી છે. સ્થિતિ અત્યંત ગંભીર બનવાની WHOએ ચેતવણી આપી છે. WHOનાં કહેવા પ્રમાણે આ સ્થિતિ અને ત્રીજો તબક્કો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આવશે. ત્રીજો તબક્કો અને બીજી લહેરને પગલે કોરોનાના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે. અને સંક્રમણની સાથે સાથે વિશ્વભરમાં કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર
- વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 5.95 કરોડ પર
વિશ્વમાં છેલ્લાં 24 કલાકમાં 5.03 લાખ નવા કેસ
વિશ્વમાં 24 કલાકમાં 7,949 લોકોનાં કોરોનાથી મોત - અમેરિકામાં 24 કલાકમાં 927 મોત
- અમેરિકામાં ૨૪ કલાકમાં ૧,૮૭,૮૩૩ નવા કેસ અને ૯૨૭ મોત સાથે કોરોના ઘાતક બનતાં વિવિધ રાજ્યોમાં કડક નિયંત્રણો લદાયાં છે.
- રશિયામાં કોરોનાની સ્થિતિ વકરી
- રશિયામાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫,૧૭૩ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રશિયામાં સંક્રમિતોનો કુલ આંકડો ૨૧.૧૪ લાખ પહોંચી ગયો છે
- મેક્સિકોમાં એક દિવસમાં ૭૧૯નાં મોત
- લેટિન અમેરિકન દેશ મેક્સિકોમાં કોરોના વાઇરસને કારણે મોતનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. એક જ દિવસમાં દેશમાં ૭૧૯ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હાલમાં એક લાખ ૨૬ હજાર સંક્રમિતો છે.
- ઈટાલીમાં આંશિક રાહત
- ઈટાલીમાં છેલ્લાં 24 કલાકમાં નવા કેસની સંખ્યામાં ભલે આંશિક રાહત જોવા મળી હોય પણ મૃત્યુઆંકમાં કોઈ જ રાહત જોવા મળી નથી. ઈટાલીમાં વધુ 630 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 50 હજારને પાર થઈ ગયો છે.
- ઈરાનમાં 453 નાગરિકોના મોત
- ઈરાનમાં છેલ્લાં 24 કલાકમાં ફરી એકવાર 453 નાગરિકોના મોત થઈ ગયા છે. જેના કારણે ઈરાનમાં કુલ મૃત્યુઆંક 45 હજારને પાર થઈ ગયો છે
ભારતમાં કોરોનાની સ્થિતિ
- દેશમાં કોરોના કેસ સામે વધ્યો રિકવરી રેટ
- 24 કલાકમાં કોરોનાનાં નવા 37 હજાર કેસ
- 24 કલાકમાં 42 હજાર દર્દીઓ સાજા થયા
- દેશમાં કુલ કોરોના કેસનો આંક 91.77 લાખ પર
- દેશમાં કોરોનાથી કુલ 1.34 લાખ લોકોનાં મોત
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1487
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 198899
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 17
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1234
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 181187
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13836
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
