Not Set/ કાર અને બાઈક ખરીદવુ 1 ઓગષ્ટથી બનશે સસ્તું, જાણો કેવી રીતે

  જો તમે કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સારા સમાચારથી ઓછા નથી. 1 ઓગસ્ટથી ઓટો વીમા નિયમ બદલાવા જઈ રહ્યો છે. એટલે કે, જો તમે 1 ઓગસ્ટ પછી કાર અથવા બાઇક ખરીદવા જઇ રહ્યા છો, તો તમારે કાર અને બાઇકનાં ઓટો ઈન્સ્યોરન્સ પર ઓછા પૈસા ખર્ચ કરવા પડશે. […]

Tech & Auto
 

જો તમે કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સારા સમાચારથી ઓછા નથી. 1 ઓગસ્ટથી ઓટો વીમા નિયમ બદલાવા જઈ રહ્યો છે. એટલે કે, જો તમે 1 ઓગસ્ટ પછી કાર અથવા બાઇક ખરીદવા જઇ રહ્યા છો, તો તમારે કાર અને બાઇકનાં ઓટો ઈન્સ્યોરન્સ પર ઓછા પૈસા ખર્ચ કરવા પડશે. 1 ઓગસ્ટથી કાર અને ટુ-વ્હીલર્સ ઇન્સ્યુરન્સ પોલિસીનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

1 ઓગસ્ટથી ઓટો વીમામાં ફેરફાર થવાનો છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ત્રણ કે પાંચ વર્ષનાં લોગ ટર્મ મોટર વીમાનાં આદેશને રદ કર્યો છે. આઈઆરડીએ 1 ઓગસ્ટથી થર્ડ પાર્ટી અને ઓન-ડેમેજ ઈન્સ્યુરન્સમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા નિયમ મુજબ, જો તમે કાર ખરીદો તો થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સનાં 3 વર્ષ અને ટુ-વ્હીલર ખરીદવા પર 5 વર્ષ લેવાનું ફરજિયાત રહેશે નહીં.

1 ઓગસ્ટથી આઇઆરડીએ દ્વારા લાંબા ગાળાનાં વીમાની જરૂરિયાત નાબૂદ થઈ ગયા પછી, હવે તમારે કાર અને બાઇક ખરીદવુ સસ્તું બનશે. જૂનમાં જ તેની ઘોષણા કરવામાં આવી હતી અને લોંગ ટર્મ મોટર વીમા યોજના પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વીમા નિયમોમાં આ ફેરફાર થયા પછી 1 ઓગસ્ટ પછી નવી કાર કે બાઇક ખરીદવી હવે પહેલા કરતા સસ્તી થશે. 1 ઓગસ્ટ પછી નવી કાર ખરીદ્યા પછી, તમારે 1 વર્ષ અથવા ફક્ત નુકસાન વીમા કવર લેવો પડશે.

આપને જણાવી દઈએ કે, લાંબા ગાળાનાં મોટર વીમા કવર હેઠળ, લોકોએ ટુ-વ્હીલર ખરીદતી વખતે 5 વર્ષ ડેમેજ+થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ લેવાનું ફરજિયાત બનાવ્યું હતું. એ જ રીતે, જો તમે નવી કાર ખરીદતા હો, તો તમારે ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વીમા કવર લેવો પડતો હતો. આ નિયમનાં કારણે લોકોને નવી કાર ખરીદવી મોંઘી પડી રહી હતી. જો કે આ નિયમો 1 ઓગસ્ટનાં રોજ સમાપ્ત થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.