મોદી સરકારના મંત્રીમંડળમાં એક કે બે દિવસમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યાં છે ત્યારે અનેક મંત્રીઓના રાજીનામાં પડી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી, ઉમા ભારતી, સંંજીવ બાલિયાન અને ફગ્ગન સિંહ કુલસ્તેએ મંત્રીમંડળમાંથી રાજીનામુંં આપી દીધું છે. રાજીનામુ આપવા પર પ્રતિક્રિયા આપતા રાજીવ પ્રતાપ રૂડિ અને સંજીવ બાલિયાને કહ્યુંં હતુંં કે તેમણે ભાજપના નેતૃત્વના આદેશ પર રાજીનામુંં આપ્યુંં છે. તો આ સાથે ઉમા ભારતીને વારંવાર રાજીનામા અંગે સવાલ પૂછાતા, સોશિયલ મીડિયા પર પોતાનો ઉભરો ઠાલવતા લખ્યું હતું કે તેમણે એ સવાલ સાંભળ્યો જ નથી. તેઓ સાંભળશે નહીં, અને જવાબ આપશે પણ નહીં.
