Not Set/ #કેરળપ્લેનક્રેશ/ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સહિત આ બોલીવૂડ સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ

દુબઇથી કેરળ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન કોઝિકોડ એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું. વિમાન રનવે પરથી લપસી પડ્યું હતું અને 35 ફૂટ ઉંડા ખાડામાં પડતા બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા અકસ્માત અંગે […]

Uncategorized

દુબઇથી કેરળ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન કોઝિકોડ એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું. વિમાન રનવે પરથી લપસી પડ્યું હતું અને 35 ફૂટ ઉંડા ખાડામાં પડતા બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

શાહરૂખ ખાને શોક વ્યક્ત કરતાં લખ્યું, “એર ઈન્ડિયાની ફ્લાઇટના મુસાફરો અને ક્રૂ સભ્યો માટે મારું હૃદય ખૂબ જ દુખી છે. આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. પ્રાર્થના….”

અમિતાભ બચ્ચને લખ્યું કે, “એક ભયંકર કરૂણાંતિકા… કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના, કોઝિકોડ એરપોર્ટ, ભારે વરસાદને કારણે વિમાન રનવે પર લપસી ગયું ..”.

 

અક્ષય કુમારે દુ:ખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું, “ભયાનક સમાચાર! બધા મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી માટે પ્રાર્થના. એ લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના જે લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા.”

અજય દેવગને લખ્યું, “એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું પરેશાન છું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો માટે મારી પ્રાર્થના… જે લોકો તેમના પ્રિયજન ગુમાવ્યા છે તેના પ્રત્યે મારી સંવેદના.”

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે ગમ શોક વ્યક્ત કર્યો છે. શબાના આઝમીએ ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

રણદીપ હૂડાએ લખ્યું, “આ સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. હું તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતીની પ્રાર્થના કરું છું.”

પ્રખ્યાત ગાયક એ.આર. રહેમાને કેરળ વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

બોની કપૂરે ટ્વિટર પર સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોની તબિયત સારી થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.