દૈનિક રાશિભવિષ્ય (તા. 3 જુલાઈ 2020, શુક્રવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – આજે રાજકીય કાર્યોમાં સંકળાવાનું થાય. કોઈ વડીલ રાજનેતાને મળવાનું થાય. જે લોકો રાજનીતિ સાથે સંકળાયેલા નથી તેમને જમીન-મકાનના કાર્યો રહી શકે છે અને પ્રવાસની શક્યતા પણ રચાયેલી છે અને આજનો દિવસ થોડો વધુ વ્યસ્ત વીતે તેવું જણાય છે

* વૃષભ (બ,વ,ઉ) – આજે તમારા કાર્યો થોડા વણઉકલ્યા રહી જાય તેવું બને. કોઈપણ પ્રકારની બિમારીનો સામનો કરતા હોવ તો આજે વિશેષ સાવધાની રાખજો. તમારું મન ગૂઢ નાણાંકીય મનોમંથનમાં અટવાઈ જાય તેવું પણ દર્શાવે છે.

* મિથુન (ક,છ,ઘ) – આજે આરોગ્ય બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે. આજે તમને થોડી વધારે હળવાશ અનુભવાય. તમારા કાર્યમાં પ્રગતિની શરૂઆત થતી જણાય. સવારનો સમય વધારે ઉત્સાહજનક જણાય છે પણ બપોર પછી મને ઊંડી ચિંતાઓ સતાવવા લાગે માટે સાવધાન રહેવું.

* કર્ક (ડ,હ) – પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. માતા સાથે આજે વધારે લ્હેણું બતાવે છે. બપોર પછી લગ્ન સંબંધી ચર્ચાઓ વધારે જોર પકડતી જણાય છે. પણ, જો તમે વિવાહીત હશો તો આજે જીવનસાથી સાથે વધારે નિકટતા જોવા મળે.

* સિંહ (મ,ટ) – આજે કાર્ય કરવાનો તમારો જુસ્સો થોડો વધારે પ્રબળ જણાય છે. ગુસ્સા ઉપર તમારે કાબૂ રાખવાનો રહેશે. ક્યાંક ઝડપથી પ્રવાસ કરવાનું સૂચવી જાય છે. સવારનો સમય શાંતિથી વિતી જાય પણ બપોર પછીનો સંધ્યા સમયમાં તમારે વધારે સાવધાની રાખવી. આરોગ્યની પણ જાળવણી કરવાની રહેશે.

* કન્યા (પ,ઠ,ણ) – ધંધાને લગતી આજે જુદી જુદી સમસ્યા રહે પણ તમે પ્રત્યેક સમસ્યાને પાર કરી દેશો. આજની સમસ્યા એટલી ભારે નહીં હોય પણ તમે થોડા વધારે ચિંતીત થઈ જશો. એક પ્રકારે એમ પણ કહી શકાય કે તમારા વણઉકલ્યા પ્રશ્નો હવે ઉકલવાની શરૂઆત થઈ ગઈ છે.

* તુલા (ર,ત) – આજનો દિવસ શુભપ્રવાસમાં વીતતો જણાય છે. આજે જે કાર્ય અટક્યું છે તેમાં તમારે રાહ જોવાની જરૂર છે. ઈશ્વરને પ્રાર્થના કરવાથી જ આજનો દિવસ વિશેષ પ્રગતિમય વિતતો જણાય છે. જો તમારી ક્યાંક ભૂલ હોય તો તમે પ્રમાણિકપણે માફી માંગી લેશો તો પણ સારૂ રહેશે.

* વૃશ્ચિક (ન,ય) – જૂની અટકેલી વાતો ઉકેલવા તરફ તમારી મનોવૃત્તિ કેળવાશે. આજે તમે થોડા વધારે લડાયક મૂડમાં જણાશો. કોઈપણ વારસાઈ પ્રશ્નોની આજે ચર્ચા થાય અથવા કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે પણ તમારે ખૂબ જ શાંતિથી ચર્ચા કરવી. તમારે ભૂતકાળને વાગોળવાની વૃત્તિ ઉપર પૂર્ણવિરામ મૂકવાનું રહેશે.

* ધન (ભ,ધ,ફ,ઢ) – આજે વેપારી મિત્રોને લાભ થઈ શકે છે. વેપાર ક્ષેત્રે નવા આયોજન અને નવી ભાગીદારીનું કાર્ય થઈ શકે છે. આજે સેવાકીય કાર્યો કરવાની પણ તમને ઇચ્છા થાય. સ્ત્રી જાતકો માટે આજનો દિવસ વધુ ફળદાયી નીવડી શકે છે.

* મકર (ખ,જ) – આજે કાર્યમાં તમને સફળતા મળતી જણાય છે. તમારા શત્રુઓ આજે નબળા પડે અને તમારી જીત થતી જણાય છે. જો કોઈ શારીરિક બિમારી હશે તો આજે આરોગ્ય સ્ફૂર્તિદાયક જણાશે. તમારા સરકારી કાર્યો આજે આગળ વધે અને તેમાં પણ પ્રગતિ જણાય.

* કુંભ (ગ,શ,સ,ષ) – વિદ્યાર્થીમિત્રોએ આજે અભ્યાસમાં વિશેષ સજાગતા રાખવાની રહેશે. સાથે સાથે જે જાતકો શેરબજારમાં કાર્યરત રહેતા હોય તેમણે પણ આજે વધારે સાવધાની રાખવાની રહેશે. આજે તમારી પાસે જે છે તેનો આનંદ માણશો તો વધારે સુખદાયક રહેશે.

* મિન (દ,ચ,ઝ,થ) – આજે તમારી મહેનતના પરીપાકરૂપે તમને જે માર્ગ મળે છે તમને કદાચ અસ્વીકાર્ય રહે. તમે સ્હેજ વિચાર કરજો કારણ કે આવેલી તક ફરી નહીં મળે. તમારા મનમાં બીજા અનેક વિચારો ચાલતા રહેશે પણ, નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પરિવારમાં ચર્ચા વિચારણા કરજો, તમારા પરિવારમાં આજે ખુશીનો માહોલ રાખવા પ્રયત્ન કરજો. શક્ય હોય તો, ઘરમાં થોડાં તાજા પુષ્પો પણ મૂકજો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
