Not Set/ કેવી રહેશે આપની 29/05/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 29 મે 2020, શુક્રવાર) – અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] મેષ (અ,લ,ઈ) – આજે થોડો દ્વિધાભર્યો દિવસ જશે. તમને મળેલી તક કેટલી ઉત્તમ તે અંગે વિચારવાનો સમય છે. નવા પ્રસ્તાવ આવશે. ભાગીદારીમાં કંઈક સુમેળ કરવાની તક પણ તમને મળી શકે છે. જીવનસાથી દ્વારા લાભ મળવાની સંભાવના વધી […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય (તા. 29 મે 2020, શુક્રવાર)

– અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

મેષ (અ,લ,ઈ) – આજે થોડો દ્વિધાભર્યો દિવસ જશે. તમને મળેલી તક કેટલી ઉત્તમ તે અંગે વિચારવાનો સમય છે. નવા પ્રસ્તાવ આવશે. ભાગીદારીમાં કંઈક સુમેળ કરવાની તક પણ તમને મળી શકે છે. જીવનસાથી દ્વારા લાભ મળવાની સંભાવના વધી જાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) – ઘર સંબંધી થોડી ચિંતા સતાવી શકે છે. તમારે કંઈક છોડીને કંઈક મેળવવાનું છે તેવા સંકેતો જણાવે છે. નાના પ્રવાસની શક્યતા છે. તમારે ત્યાં નોકરી કરતા સહકાર્યકર્તા સાથે નાની-મોટી નોકઝોક થઈ શકે છે માટે આજે તમારે મનને શાંત રાખવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) – ધન પ્રાપ્તિના અવસરો છે. પૈસા ક્યાંકથી આવે અને ક્યાંક ચાલ્યા જાય તેવી શક્યતા પણ બતાવે છે. પૈસાની બાબતમાં તમારે કોઈકની સાથે મનદુઃખ ન થાય તે બાબતે જરા વધારે સાવધાન રહેવાની જરૂર છે. બપોર પછી તમારા આવેશ અને ઉશ્કેરાટમાં વધારો થઈ શકે છે માટે સાવધાન રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) –  માતા તરફથી તમને વિશેષ પ્રેમ મળે. નોકરીમાં થોડી વધુ સફળતા મળી શકે છે. તમારી તર્કશક્તિ થોડી વધુ બળવાન બનશે. તમારે નાની-મોટી વાતમાં ગુસ્સો કરવા ઉપર કાબૂ રાખવો પડશે. શક્ય છે કે આજે કોઈ બાબતમાં તમને તમારી પત્ની અથવા તમારી માતા સાથે ચકમક ઝરી જાય. પણ, છેવટે ઘીના ઠામમાં ઘી ઢળશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) – તમને પિતા દ્વારા, તમારા અધિકારી દ્વારા અથવા વેપારમાં તમને કોઈ અચાનક લાભ મળી જાય. આવકના નવા સ્રોત મળી શકે છે. બપોર પછી પરદેશથી કે દૂરના શહેરમાંથી કોઈ નવી તક મળી શકે છે. મિત્રો સાથે નાની-મોટી રકઝક થાય પણ બહુ મોટા અનિષ્ટની સંભાવના વર્તાતી નથી. આજે ગણેશજીની ઉપાસના કરવાથી વધુ સુગમતા રહે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) – તમારા સંબંધો વધુ સારી રીતે સુધરશે. મોટા ભાઈ-બહેનો સાથે વધુ સુમેળ રહેશે. વેપારમાં તમને તમારા સંબંધો લાભ અપાવી જાય તેવું દર્શાવે છે. પ્રેમસંબંધો વધુ મજબૂત બને. ભલે ધીમા પણ મક્કમ પગલાથી નવા સંબંધોની શરૂઆત થાય તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) – તમે વિજય તરફ આગળ વધી રહ્યા છો. કાર્યમાં સફળતા મળવાના યોગ પણ રચાયા છે. આરોગ્યમાં સાવધાની રાખવી પડશે. કોઈપણ વ્યક્તિ સાથે તાત્કાલીક સંબંધો તોડશો નહીં. વાતને થોડો સમય આપજો. બધુ ધીમે ધીમે થાળે પડી જશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) – આજે વાહન ચલાવતી વખતે બેધ્યાન ન રહેતા. ખૂબ જ સાવચેતીથી આજે વાહન ચલાવજો. પ્રવાસની શક્યતા આજે વધારે છે. વ્યસ્તતા વધારે છે માટે શક્ય છે કે ઉતાવળમાં ક્યાંક ભૂલ થઈ જાય પણ સંયમથી જીતાશે. પહેલી નજરે ગમી ગયેલી વાત પણ થોડી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ,ઢ) – ઘરમાં વડીલો દ્વારા શુભકાર્યનું આયોજન થાય. આજે વડીલો તમારી ઉપર વિશેષ રાજીપો દર્શાવે તેવું બતાવે છે. બપોર પછી તમારી બુદ્ધિબળ જરા વધુ સતેજ બનતું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –   આજે આરોગ્યમાં સ્હેજ વધારે સાવધાની રાખજો. નાની-મોટી મુશ્કેલીનો અંત આવી શકે છે. થોડો નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે. ધર્મ અને જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. સીઝનલ ધંધામાં આવક થોડી ગુંચવાઈ શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ,ષ) – વડીલો દ્વારા અથવા સરકારી લાભ મળી શકે છે. ઘર પરિવારમાં થોડી શાંતિનો અનુભવ થાય. નવા મિત્રોને મળવાનું થાય. જૂના સંબંધો વળી પાછા ખુશનુમા બની જાય. કોઈપણ લખાણ કરતા પહેલા બરોબર વાચજો અને પછી જ તમે લખાણ કરજો નહીંતર તેમાં ભૂલ થઈ શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,ચ,ઝ,થ) – નાની-મોટી સમસ્યા આવશે પણ તમારું કાર્ય આગળ ધપશે. તમારે વિઘ્નોને પાર કરીને સફળતા મેળવવાની છે માટે તમે હિંમત ન હારતા. કાર્ય આગળ ધપવું જોઈએ જે તમારી સાથે થઈ રહ્યું છે. કદાચ, તાત્કાલીક પરિણામ ન મળે પણ તમે હિંમત હારશો નહીં.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.