Not Set/ કોંગ્રેસમાં કોરોનાનો કહેર – જામજોધપુરના કોંગ્રેસ MLA ચિરાગ કાલરિયાને થયો કોરોન

મુશ્કેલીમાંથી પસાર થઇ રહલી કોંગ્રેસમાં કોરોનાએ ગ્રહણ લગાડ્યું હોય તેવી રીતે કોંગ્રેસનાં અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમા આવી ગયાનું વિદિત છે તો, ગુજરાત કોંગ્રેસનાં અનેક નેતા કોરન્ટાઇન થવા મજબૂર બન્યા છે. ત્યારે કોંગ્રેસમાં કોરોનાનાં કહેરનો વધુ એક ઝટકો આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર જામજોધપુરના કોંગ્રેસ MLA ચિરાગ કાલરિયાને કોરોના આવ્યો છે.  MLA ચિરાગ કાલરિયાને ભરતસિંહથી કોરોનાનું […]

Gujarat Rajkot

મુશ્કેલીમાંથી પસાર થઇ રહલી કોંગ્રેસમાં કોરોનાએ ગ્રહણ લગાડ્યું હોય તેવી રીતે કોંગ્રેસનાં અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમા આવી ગયાનું વિદિત છે તો, ગુજરાત કોંગ્રેસનાં અનેક નેતા કોરન્ટાઇન થવા મજબૂર બન્યા છે. ત્યારે કોંગ્રેસમાં કોરોનાનાં કહેરનો વધુ એક ઝટકો આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર જામજોધપુરના કોંગ્રેસ MLA ચિરાગ કાલરિયાને કોરોના આવ્યો છે. 

MLA ચિરાગ કાલરિયાને ભરતસિંહથી કોરોનાનું સંક્રમણ લાગ્યું ?. જી હા, રાજ્યસભાની ચૂંટણીમાં ચિરાગ કાલરિયાએ મતદાન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણી સમયે ચિરાગ કાલરિયા ભારતસિંહ સોંલકીનાં સંપર્કમાં આવ્યા હોવાથી સંક્રમીત થયા હોવાની ચર્ચા છે, ત્યારે ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ચિન્હો દેખાતા કોરોના ટેસ્ટ કરાવવાામાં આવ્યો હતો. આજે કોંગ્રેસનાં આ ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

MLA ચિરાગ કાલરિયાને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે કાલાવડનાં ધારાસભ્ય પણ હોમ કોરોન્ટાઇન થયા હોવાની વિગતો સામે આવી રહી છે. કાલાવડનાં ધારાસભ્ય પ્રવીણ મુસડીયા સેલ્ફ કોરોન્ટાઇન થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews