Not Set/ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા ટ્રમ્પ

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાયોગિક કોવિડ-19 સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ “કુશળ” છે. નોંધપાત્ર વાત એ છે કે ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીનાં એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા બાદ શુક્રવારે ટ્રમ્પ જાહેરમાં સામે આવ્યા અને શુક્રવારે […]

World
 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાયોગિક કોવિડ-19 સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ “કુશળ” છે. નોંધપાત્ર વાત એ છે કે ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીનાં એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા બાદ શુક્રવારે ટ્રમ્પ જાહેરમાં સામે આવ્યા અને શુક્રવારે સાંજે વ્હાઇટ હાઉસથી માસ્ક પહેરીને વોલ્ટર રિવર મિલિટરી હોસ્પિટલ જવા રવાના થયા.

વ્હાઇટ હાઉસની અંદર રેકોર્ડ કરવામાં આવેલા અને ટ્વિટર પર જાહેર કરાયેલા 18-સેકન્ડનાં વીડિયોમાં ટ્રમ્પે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા હોવાનું કહીને પોતાનું મૌન તોડ્યું. પ્રેસ સેક્રેટરી કાયલે મેકેન્નેનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તબીબી નિષ્ણાતોએ ટ્રમ્પને “આગામી થોડા દિવસો માટે વોલ્ટર રીડમાં રાષ્ટ્રપતિ કચેરીઓથી કામ કરવાની ભલામણ કરી હતી.” વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનોવાયરસની સારવાર માટે વોશિંગ્ટનની બહાર સૈન્ય હોસ્પિટલમાં દિવસો પસાર કરશે, પરંતુ તેમનું કાર્ય ચાલુ રાખશે. ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ડોક્ટર અને તબીબી નિષ્ણાતોની ભલામણ પર કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કૈંપેન મેનેજરે શુક્રવારે કહ્યું હતું કે, નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પનાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમો મુલતવી રાખવામાં આવશે અથવા વર્ચ્યુઅલી આયોજીત કરવામાં આવશે. ટ્રમ્પને કોવિડ-19 ચેપ લાગ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પનાં કૈંપેન મેનેજરે કહ્યું, “રાષ્ટ્રપતિની ભાગીદારીમાં સામેલ તમામ જાહેર કરેલા અભિયાન કાર્યક્રમો વર્ચ્યુઅલી રીતે યોજવામાં આવશે અથવા મુલતવી રાખવામાં આવી શકે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.