Not Set/ #કોરોનાસંકટ/ ગોવા બાદ મણિપુરથી પણ આવી Good news, દેશનું બીજુ રાજ્ય બન્યું જ્યા…

કોરોના સામે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે. ગોવા બાદ મણિપુર હવે કોરોના વાયરસનાં ચેપથી મુક્ત એવું બીજું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે, મણિપુરને કોરોનાથી મુક્ત કરી દેવામાં આવ્યુ છે આ કહેવું જ આનંદકારક લાગે છે. તેમણે કહ્યું કે, તમામ […]

India

કોરોના સામે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે. ગોવા બાદ મણિપુર હવે કોરોના વાયરસનાં ચેપથી મુક્ત એવું બીજું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે, મણિપુરને કોરોનાથી મુક્ત કરી દેવામાં આવ્યુ છે આ કહેવું જ આનંદકારક લાગે છે. તેમણે કહ્યું કે, તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનાં કોઈ નવા કેસ નોંધાયા નથી. આ પહેલા એક રાહત ત્યારે મળી જ્યારે ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે ટ્વિટ કર્યું કે ગોવા હવે કોરોના વાયરસથી મુક્ત છે, ત્યાંના તમામ ચેપગ્રસ્ત દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. સીએમ પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, 3 એપ્રિલ, 2020 થી રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ નવો કેસ થયો નથી.

કોરોના સંક્રમણની ચેનને તોડવામાં દેશનાં આ બે રાજ્યો પૂર્ણતઃ સફળ સાબિત રહ્યા છે. દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો 3 મે સુધી અમલમાં છે. લોકડાઉન દરમિયાન સુવિધા હેઠળની આવશ્યક સેવાઓની કેટેગરીમાં આવતી સુવિધાઓ જ સામાન્ય લોકો માટે ખુલ્લી છે. જો કે, બીજી કેટલીક સેવાઓ 20 એપ્રિલ એટલે કે આજથી શરૂ કરાશે. છૂટ હોવા છતાં, સોશિયલ ડિસ્ટેસિંગ અને માસ્ક પહેરવાની આવશ્યકતાનું પાલન કરવું આવશ્યક છે. હોટસ્પોટ્સ અને કન્ટેનમેન્ટ ઝોનમાં હમણાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.

દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનાં 17,265 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 2,546 લોકો ઠીક થયા છે. વળી મૃત્યુઆંક 543 છે. મહારાષ્ટ્રમાં દેશભરમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસો નોંધાયા છે, જ્યાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4,200 પર પહોંચી ગઈ છે, જ્યારે આ વાયરસનાં ચેપને કારણે 223 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.