દુનિયાના 200 જેટલા દેશોમાં ફેલાયેલો કોરોના વાયરસ ભારતમાં પણ કહેર મચાવી રહ્યો છે. દેશમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસથી પોઝિટીવ કેસોની સંખ્યા 5100ને પાર થઈ ગઈ છે, તો કોરોનાથી ભારતમાં 145થી વધુ લોકોના મોત થયા છે.આ જ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં પણ કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે, જેથી યોગી સરકારે કોરોનાના કહેરને અટકાવવા એક મોટો નિર્ણય કર્યો છે..
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 15 જિલ્લાઓની પુરી રીતે સીલ કરવાનો નિર્ણય કર્યો છે. આ જિલ્લામાં 13 એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારની અવર જવર કરવામાં નહીં આવે. આ ઉપરાંત સામાનની હોમ ડિલીવરી કરવામાં આવશે, એટલે કે કોઈ પણ દુકાન ખુલશે નહીં. માત્ર જીવનજરૂરિયાત વસ્તુઓની જ ડિલીવરી કરવામાં આવશે.
યુપી સરકારે આ 15 જિલ્લા કર્યા લોકડાઉન
લખનઉ, આગ્રા, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, કાનપુર, વારાણસી, શામલી, મેરઠ, બરેલી, બુલંદશહર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સીતાપુર, સહરાનપુર.
આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, અત્યારસુધીમાં 328 કેસો સામે આવ્યા છે અને 3 લોકોના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
