Not Set/ કોરોના વાયરસ છે શરૂઆત, ભવિષ્યમાં તેનાથી પણ મોટા પડકાર રાહ જોઇ રહ્યા છે : ડૉ.ઇયાન લિપકિન

કોરોના વાયરસને કારણે, સમગ્ર વિશ્વમાં લગભગ દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 20 લાખથી વધુ લોકો વાયરસથી ચેપગ્રસ્ત છે. આ વાયરસને કારણે ઘણા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકોમાં ભયનું વાતાવરણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ દુનિયા સામે સૌથી મોટો પડકાર છે. લોકોને આશા છે કે આગામી […]

World

કોરોના વાયરસને કારણે, સમગ્ર વિશ્વમાં લગભગ દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 20 લાખથી વધુ લોકો વાયરસથી ચેપગ્રસ્ત છે. આ વાયરસને કારણે ઘણા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકોમાં ભયનું વાતાવરણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ દુનિયા સામે સૌથી મોટો પડકાર છે. લોકોને આશા છે કે આગામી દિવસોમાં આ વાયરસથી થોડી રાહત મળશે. પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાયરોલોજિસ્ટ ડૉક્ટર ઇયાન લિપકિનનું માનવું છે કે, આ અત્યાર સુધીની સૌથી ખરાબ મહામારી નથી, તેનાથી પણ મોટો પડકાર આવતા ભવિષ્યમાં આપણી રાહ જોઇ રહ્યા છે.

એક કાર્યક્રમ દરમિયાન બોલતા ડૉક્ટર લિપકિને કહ્યું કે, જે રીતે માનવ પ્રવૃત્તિમાં વધારો થયો છે, તેણે આવા આરોગ્ય સંકટનું પ્રમાણ પણ વધારી દીધુ છે અને તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. મને લાગે છે કે આપણે આ સંકટ ખૂબ જ ઝડપથી જોઈ રહ્યા છીએ, તેના મહત્વનાં કારણો, જંગલો કાપવા, વસ્તીનું વિસ્થાપન, આંતરરાષ્ટ્રીય વેપાર, મુસાફરી, પર્યાવરણમાં પરિવર્તન છે. આ બધા કારણો વારંવાર સંકટનું કારણ બને છે. જ્યારે સ્પેનિશ ફ્લૂ આવ્યો, ત્યાર બાદથી ઘણી મહામારી જેવી કે એઈડ્સ, નિપાહ, ચિકનગુનિયા, સાર્સ-1, વગેરે જેવા ઓછામાં ઓછી આવી 15 મહામારીને આપણે નજીકથી જોઇ ચુક્યા છીએ.

લોકોને ચેતવણી આપતા ડૉક્ટર લિપકિને કહ્યું, “હું નથી માનતો કે કોરોના વાયરસ અત્યાર સુધીનું સૌથી મોટુ સંકટ છે, જો આપણે પર્યાવરણ પ્રત્યેનું પોતાનું વર્તન નહીં બદલીએ તો આપણને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે.” આવી સમસ્યાઓ આપણે ફરીવાર જોઇશું. વાતાવરણમાં પરિવર્તનનાં કારણે લોકોને અહીંથી ત્યાં જવાની ફરજ પડી છે. આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ જે આવા વૈશ્વિક રોગને વધુ ઝડપથી ફેલાવે છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો છે જેમને પ્રોટીન નથી મળતું, જેના કારણે તેઓ જંગલી પ્રાણીઓ ખાય છે, જેમા બિમારી હોય છે. શ્રીમંત લોકો ઘરે વિદેશી પાલતુ પશુ રાખે છે, જે મનુષ્યને સંક્રમિત કરી શકે છે. લિપકિને કહ્યું કે આવા સંકટથી બચવા માટે આપણે આપણી જીંવન જીવવાની રીતને બદલવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.