Not Set/ ગાંધીનગરમાં વીજળીનાં કડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ

બે દિવસનાં વિરામ બાદ ગાંધીનગરમાં મેઘરાજાએ એકવાર ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અહી તાજેતરમાં વીજળીનાં કડાકા સાથે વરસાદની રિએન્ટ્રી થઇ છે. ગાંધીનગરમાં અચાનક તૂટી પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ પડતા કેડસમા પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જો કે હજુ ગુજરાતમાંથી વરસાદ ગયો […]

Uncategorized

બે દિવસનાં વિરામ બાદ ગાંધીનગરમાં મેઘરાજાએ એકવાર ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અહી તાજેતરમાં વીજળીનાં કડાકા સાથે વરસાદની રિએન્ટ્રી થઇ છે. ગાંધીનગરમાં અચાનક તૂટી પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ પડતા કેડસમા પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.

જો કે હજુ ગુજરાતમાંથી વરસાદ ગયો નથી. આપને જણાવી દઇએ કે, આગામી દિવસોમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણએ આવાનારા 6 દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ગત રાત્રીનાં આઠ વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીનાં ખંભાળિયામાં સવા બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.