Not Set/ ગાંધીનગર/ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે મહાનગરપાલિકામાં આટલા કરોડના કામોનું ઇ-લોકાર્પણ

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧૧૬ કરોડથી વધુ રૂપિયાના કામોનું ઇ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં કુલ- ૧૩૪ કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામોનું સાસંદ અમિતભાઇ શાહના હસ્તે ઇ- લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.  આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર- ૭/એના બગીચામાં અને […]

Uncategorized
 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧૧૬ કરોડથી વધુ રૂપિયાના કામોનું ઇ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં કુલ- ૧૩૪ કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામોનું સાસંદ અમિતભાઇ શાહના હસ્તે ઇ- લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.  આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર- ૭/એના બગીચામાં અને રૂપાલ ગામ ખાતે યોજાયું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીનું આધુનિકરણ કરવા માટે નાણાંકીય હિસાબ સંચાલન, માનવ સંસાધન સિસ્ટમ, યોજના સંચાલન, પ્રાપ્તિ વ્યવસ્થાપન, સંપત્તિ, અહેવાલ, મોબાઇલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, આંતર- વિભાગ ફાઇલ સંચાલન જેવા અનેક કામોનું સરળીકરણ કરવા માટે રૂપિયા ૫૩૮ લાખના ખર્ચે તૈયાર થયેલ ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેકેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.