આજે ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે PM મોદીનાં જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરવાસીએને 24 કલાક પાણી પુરૂ પાડવાના પ્રોજેક્ટનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ સારા પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ઇ-ખાતમૂર્હુતમાં જોડાયા હતા.
ગાંધીનગરવાસીઓને હાલમાં રોજ 2 થી 3 કલાક શુદ્ધ પાણી મળે છે. પાણીની સમસ્યા હવે ગાંધીનગરવાસીઓ માટે ભૂતકાળ બનાવવા જઇ રહી છે. કુલ 229 કરોડનાં પ્રોજેક્ટ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગની સ્માર્ટ સિટી અને અમૃતમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
