Not Set/ ગાંધીનગર/  ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત

  ગાંધીનગરના ગિફ્ટસિટી રોડ ઉપર કોબા સર્કલ નજીક આવેલા રાહેજામાં ભેખડ ધસી પડતાં 5 મજૂરો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભેખડ ઘસી પડતા બે શ્રમિકોના  કમકમાટીભર્યા મોત થયા છે.  બન્ને શ્રમિકો બિહાર ના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગ દ્વારા બન્ને શ્રમિકો ના મૃતદેહ બહાર કાઢ્યા છે.  મૃતક ના પરિવારજનો એ વળતર નહિ આપો […]

Uncategorized
 

ગાંધીનગરના ગિફ્ટસિટી રોડ ઉપર કોબા સર્કલ નજીક આવેલા રાહેજામાં ભેખડ ધસી પડતાં 5 મજૂરો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભેખડ ઘસી પડતા બે શ્રમિકોના  કમકમાટીભર્યા મોત થયા છે.  બન્ને શ્રમિકો બિહાર ના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગ દ્વારા બન્ને શ્રમિકો ના મૃતદેહ બહાર કાઢ્યા છે. 

મૃતક ના પરિવારજનો એ વળતર નહિ આપો ત્યાં સુધી મૃતદેહ નો અસ્વીકાર કરવાનો  નિર્ણય  કરતા મામલો બીચકયો હતો.  ઇન્ફોસિટી પોલીસ ની દરમિયાનગીરીથી અને લેખિત બાંહેધરી બાદ મામલો પડ્યો થાળે પડ્યો હતો. પોલીસે અકસ્માત મોત નો ગુનોનો નોંધી  તપાસ શરુ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ થોડા દિવસો પહેલાં રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામમાં ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચારના મોત ની ઘટના બની હતી. ગુડા દ્વારા બાંધકામ સાહેબને સીલ મારવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ સંદર્ભે ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે મને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.