Not Set/ ગીર-સોમનાથમાંથી ઝડપાયો 4.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, કડક દારૂબંધીનો નિયમ કહેવા પૂરતો

ગીર-સોમનાથઃ એક બાજુ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કડક અમલ કર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે બીજી તરફ બૂટલેગર બફામ બન્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચાતો હોય છે. ત્યારે ગીર સોમનાથમાંથી 4,36,300 દારૂ ઝડપાયો છે. આ મામલે વેરાવળના ત્રણ બૂટલેગરની ધરપકડ કરવામાં આવી છે. આ બૂટલેગર દિવથી વિદેશી દારૂ લાવીને તેનું […]

Uncategorized

ગીર-સોમનાથઃ એક બાજુ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કડક અમલ કર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે બીજી તરફ બૂટલેગર બફામ બન્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચાતો હોય છે. ત્યારે ગીર સોમનાથમાંથી 4,36,300 દારૂ ઝડપાયો છે. આ મામલે વેરાવળના ત્રણ બૂટલેગરની ધરપકડ કરવામાં આવી છે. આ બૂટલેગર દિવથી વિદેશી દારૂ લાવીને તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસને બાતમી મળી હતી કે, દિવથી વેરાવળના ત્રણ બૂટલેગર વિદેશી દારૂ લઇને આવી રહ્યા છે. ત્યારે ઉનાના સોનારી ગામ નજીક RR સેલે દારૂ ભરેલી કારને કબ્જે કરી હતી. જેમાથી 4 લાખની કિમતનો વિદેશી દારુ ઝડપાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં દારૂબંધીના કડક અમલ કરવા માટે  આંદોલન કર્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે દારૂબંધીના કડક અમલ માટે નોટિફિકેશન બહાર પડીને દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો હતો. જેમા દારૂના વેચનાર અને પીનાર માટે કડક  જોગવાઇ કરવામાં આવી હતી.