Not Set/ ગુજરાત 22 વર્ષના વિકાસની CD જોવા ઈચ્છે છે, 22 વર્ષના છોકરાની નહીં: હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલે કથિત CD કાંડ બાદ ભાજપ વિરૂદ્ધ વાકયુદ્ધ કરતા કહ્યું હતું કે જનતા તેમની CD નહીં પણ BJPના 22 વર્ષોના વિકાસ કાર્યોની CD જોવા માંગે છે. સોશિયલ મિડીયા પર હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતની જનતા 22 વર્ષના છોકરાની નહીં પણ, 22 વર્ષના વિકાસની CD જોવા માંગે છે. […]

Top Stories

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલે કથિત CD કાંડ બાદ ભાજપ વિરૂદ્ધ વાકયુદ્ધ કરતા કહ્યું હતું કે જનતા તેમની CD નહીં પણ BJPના 22 વર્ષોના વિકાસ કાર્યોની CD જોવા માંગે છે. સોશિયલ મિડીયા પર હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતની જનતા 22 વર્ષના છોકરાની નહીં પણ, 22 વર્ષના વિકાસની CD જોવા માંગે છે. મહત્વનું છે કે રાજ્યમાં ગત 22 વર્ષોથી ભાજપ સત્તમાં છે. જે સંદર્ભમાં હાર્દિક પટેલે આ વાત જણાવી હતી.

આ પહેલા સોમવારે હાર્દિક પટેલની કહેવાતી સેકસ સીડી સામેે આવવા પર હંગામો મચી જવા પામ્યો હતો. હાર્દિકે આ રીતની સીડીને લઈને કેટલાક દિવસ પહેલાં આશંકા જતાવી હતી. સોમવારે એક સીડી વાઈરલ થઈ હતી જેમાં હાર્દિક પટેલના ફેસ સાથે મળતો વ્યક્તિ મહિલાની સાથે આપત્તિજનક અવસ્થામાં એક હોટલના રૂમમાં જોવા મળ્યો હતો. બીજી બાજુ પટેલે ભાજપા પર તેમને બદનામ કરવામો આરોપ લગાવતા પોતા CDમાં હોવાનો નનૈયો ભણ્યો હતો.