Not Set/ ગોરખપુરમાં અમિત શાહની રેલી પહેલા કાર્યકર્તા અને સ્થાનિક તંત્ર વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ યૂપીના ગોરખપુરમાં બીજેપીના રાષ્ટ્ર્યી અધ્યક્ષ અમિત શાહનો રોડ શો શરૂ થઇ ગયો છે. આ પહેલા ગુરુવારે  સ્થાનીક તંત્ર અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હંગામો થયો હતો. વિવાદ રોડ શો પહેલા રસ્તા પર પક્ષના ઝંડા અને પોસ્ટર રાખવાને લઇને થયો હતો. ગુરુવારે અમિત શાહના રોડ શોની તૈયારીઓ માટે જ્યાં સુધી પાર્ટીના કાર્યકર્તાઓના પોસ્ટર બેનર રાખ્યા […]

Uncategorized

નવી દિલ્હીઃ યૂપીના ગોરખપુરમાં બીજેપીના રાષ્ટ્ર્યી અધ્યક્ષ અમિત શાહનો રોડ શો શરૂ થઇ ગયો છે. આ પહેલા ગુરુવારે  સ્થાનીક તંત્ર અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હંગામો થયો હતો. વિવાદ રોડ શો પહેલા રસ્તા પર પક્ષના ઝંડા અને પોસ્ટર રાખવાને લઇને થયો હતો.

ગુરુવારે અમિત શાહના રોડ શોની તૈયારીઓ માટે જ્યાં સુધી પાર્ટીના કાર્યકર્તાઓના પોસ્ટર બેનર રાખ્યા હતા. તંત્ર દ્વારા તેને રસ્તા પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. આ મામલાને લઇને પહેલ કાર્યકર્તાઓ અને સ્થાનીક તંત્ર વચ્ચે લપ થયા બાદ ઝપાઝપી થઇ હતી.

આ ઘટના ગોરપુરમાં ટાઉન હોલ પાસે થઇ હતી. પોલીસનું તર્ક હતું કે, ચૂંટણી આયોગે બેનર લગાવાની અનુમતિ નથી આપી. જ્યારે કાર્યકર્તાઓનો તર્ક હતો કે, કોઇ વ્યક્તિ પોતાના ઘરે ઝંડા અને પોસ્ટર લગાવવા માગે તો તેન હટાવી ના શકાય એ વાતને લઇને જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. પછી મામલો ઝડપ સુધી પહોચી ગયો હતો.